Not Set/ વરૂણ અને મેનકા ગાંધીના ભાવિ રાજકીય પગલા અંગે અટકળોનો દોર

ખેડૂત આંદોલનને ટેકો અને લખીમપુર બનાવની ઝાટકણી કાઢવામાં મોખરે રહેવાની સજારૂપે ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી આ બન્નેને દૂર કરાયા બાદ સર્જાતા એક નહી અનેક સવાલો

India Trending
કોંગ્રેસના ભાઈ-બહેન વરૂણ અને મેનકા ગાંધીના ભાવિ રાજકીય પગલા અંગે

કોંગ્રેસના ભાઈ-બહેન : દેશમાં અત્યારે બે થી ત્રણ મુદ્દા ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં કોલસાની અછતના કે જથ્થો ખૂટી રહ્યો હોવાના પગલે દેશ પર તોળાતા વિજસંકટના અહેવાલો અખબારોના પાના પર છેલ્લા છ-સાત દિવસથી પ્રગટ થતાં રહે છે. તો બીજી બાજુ પ્રચાર માધ્યમો પર આ બનાવની ચર્ચા થતી રહે છે. આ ઉપરાંત જાે બીજો કોઈ બનાવ હોય તો તે છે ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખેરી સાથે કેન્દ્રીય મંત્રીના કાફલાની કાર હેઠળ કચડાઈ જવાથી ચાર ખેડૂતોના મોત અને ત્યારબાદ તેની આગ લખનૌ સુધી પહોંચી. એટલું જ નહિ પરંતુ આ બનાવે કિસાન આંદોલનને નવું સ્વરૂપ આપ્યું છે. તો રાજકારણીઓને અને તેમાંય વિપક્ષોને નવો મૂદ્દો આપ્યો છે. આ બનાવનો લાભ ઉઠાવવા કોંગ્રેસે સૌથી વધારે કોશીષ કરી છે. કોંગ્રેસના ભાઈ-બહેન રાહુલ અને પ્રિયંકા પીડિત પરિવારની મુલાકાત લેનારા પ્રથમ ભાઈ-બહેન બન્યા છે. દેશના તમામ પ્રચાર માધ્યમો અને વિશ્લેષકોને આ બાબતની નોંધ લેવી પડી છે કે કોંગ્રેસ કમ સે કમ આ પ્રકરણમાં પ્રથમ રહી છે તેનો લાભ હવે તે કઈ રીતે લઈ શકે છે તે જાેવાનું રહે છે. જ્યારે સપાના વડા અખિલેશસિંહ યાદવ પીડિતના પરિવારની મુલાકાત લેનારા બીજા નેતા છે. જાે કે, સપા અને બસપા આ પ્રશ્ને બહુ ગાજ્યા પણ નથી તેનું કારણ એ છે કે આ બન્ને પક્ષોને આ પ્રકરણમાં સંડોવાયેલ મનાતા કેન્દ્રીયપ્રધાન બ્રહ્મસમાજના હોવાથી આ પ્રકરણને ચગાવવાથી તેમને બ્રાહ્મણ મતો ગુમાવવાનો ભય લાગે છે. ભાજપ તો આ પ્રશ્ને બેકફૂટમાં છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભૂતકાળમાં બનેલા બનાવોની યાદ આપે છે.

jio next 5 વરૂણ અને મેનકા ગાંધીના ભાવિ રાજકીય પગલા અંગે અટકળોનો દોર
જાે કે ભાજપમાં પણ લખીમપુર ખેરી પ્રકરણ અંગે યુપી સરકારની ટીકા કરવામાં યુપીના બે સાંસદો મેનકા ગાંધી અને વરૂણ ગાંધી જાેડાયા છે. બન્ને ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા સાંસદ છે. મેનકા ગાંધી તો કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રધાન તરીકે રહી ચૂક્યા છે. જ્યારે વરૂણ ગાંધીને આ વખતે પ્રધાનમંડળમાં જાેડાવાની અપેક્ષા હતી પણ ફળી નથી. જ્યારે મેનકા ગાંધી ઘણી બાબતો અંગે સરકારની ટીકા કરવા જાણીતા છે. વરૂણ ગાંધીને યુપીના ઘણા વિશ્લેષકો યોગી આદિત્યનાથ પછીનો કટ્ટરવાદી હિંદુ ચહેરો ગણે છે. જાે કે તેમણે છેલ્લા છ માસમાં આઠથી વધુ વખત ખેડૂત આંદોલન અંગે કેન્દ્ર સરકારે અપનાવેલ વલણની ટ્‌વીટર પર અને નિવેદનોમાં તેમજ પ્રવચનોમાં ટીકા કરી છે. લખીમપુર ખેરી પ્રકરણમાં પ્રધાનપુત્ર આશીષ મિશ્રાની ધરપકડ કરવામાં જે વિલંબ થયો તેની ટીકા તો કરી જ છે તો તેની સાથોસાથ લખીમપુર ખેરીના બનાવનો વિડીયો પણ બે થી વધુ વખત રજૂ કર્યો છે. ટૂંકમાં આ બનાવમાં વરૂણ ગાંધીએ યોગી સરકાર વિરોધી વલણ અપનાવ્યું છે તેના કારણે ભાજપના કેન્દ્રીય મોવડી મંડળે નોંધ લઈને નવી રાષ્ટ્રીય કારોબારી જાહેર કરી તેમાં આ બન્ને મહાનુભાવોની એટલે કે ગાંધી પરિવારના મનાતા આ બન્ને માતા-પુત્રની બાદબાકી કરી છે અથવા તો રાજકીય શબ્દોમાં કહીએ તો કદ પ્રમાણે વેતરી નાખ્યા છે. જાે કે રાજકીય નિરીક્ષકો નોંધે છે તે પ્રમાણે ઘણા લાંબા સમયથી આ બંનેની ઉપેક્ષા તો ભાજપમાં થતી જ હતી. હવે તો કદાચ એવું પણ બને કે ભાજપ આ બન્નેને લોકસભાની ટિકીટ ન પણ આપે.

varun gandhi વરૂણ અને મેનકા ગાંધીના ભાવિ રાજકીય પગલા અંગે અટકળોનો દોર
મેનકા ગાંધી ઈંદિરા ગાંધીના પૂત્રવધૂ છે અને વરૂણ એ દેશની લોખંડી મહિલાના પૌત્ર છે. જાે કે ૧૯૮૧ બાદ એટલે કે વરૂણના જન્મ પહેલા આ બન્ને કોંગ્રેસથી અને કુટુંબથી અલગ પડ્યા છે. ૧૯૮૪ની ચૂંટણીમાં મેનકા ગાંધીએ સંજય વિચારમંચની રચના કરી પોતાના જેઠ અને ઈન્દિરાજીના વરિષ્ઠ પુત્ર રાજીવ ગાંધી સામે અમેઠીની બેઠક પર ચૂંટણી લડી હતી. પરંતુ જીતી શક્યા નહોતા તે પણ એક હકિકત છે. પછી તેઓ ભાજપમાં ભળ્યા. મેનકા ગાંધી અટલજીના પ્રધાનમંડળમાં પ્રધાન પણ બન્યા હતાં. પર્યાવરણ અને પ્રાણી સંરક્ષણ વિષેના તેમના વિધાનો બહુ જાણીતા છે. જ્યારે વરૂણ ગાંધીએ તો ૨૦૧૪માં સુલતાનપુરની બેઠક પરથી ચૂંટણી લડી-જીતી પોતાની રાજકીય ઈનિંગ્ઝ શરૂ કરી છે. ૨૦૧૯માં તેઓ પોતાની માતાની પરંપરાગત મનાતી પીલીભીતની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતાં. મેનકા અન્ય બેઠક પરથી ચૂંટણી જીત્યા હતાં. જાે કે ૨૦૧૯ની ચૂંટણી બાદ આ બન્નેની ઉપેક્ષા અને અવગણના ભાજપની નેતાગીરી દ્વારા થઈ છે તેની નોંધ વિશ્લેષકોએ વ્યાપક પ્રમાણમાં લીધી છે.

varun gandhi 1 વરૂણ અને મેનકા ગાંધીના ભાવિ રાજકીય પગલા અંગે અટકળોનો દોર
અત્યારે રાજકીય વર્તુળોમાં એક જ પ્રકારની અટકળો થાય છે કે આ બન્ને માતા-પુત્ર શું કરશે ? ભાજપમાં પડ્યા રહેશે કે ભાજપ છોડી દઈ અન્ય પક્ષમાં જતાં રહેશે. પ્રચાર માદ્યમો અને નિષ્ણાતોના મત પ્રમાણે આ માતા-પુત્ર માટે હાલના તબક્કે બે વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ કોંગ્રેસમાં જાેડાઈને પોતાના પરિવારની સાથે ગોઠવાઈ જવાનો. જાે કે શ્રીમતી સોનિયા ગાંધી અને તેની દેરાણી શ્રીમતી મેનકા ગાંધી વચ્ચેના સંબંધો પહેલેથી જ સારા નથી. ઘણા જૂના કોંગ્રેસીઓ લાંબા સમયથી બન્ને પરિવારોને એક કરવા પ્રયાસ કરે છે. પરંતુ તેમાં સફળ થયા નથી તે પણ એક હકિકત છે. પ્રિયંકાના લગ્ન પ્રસંગે વરૂણ ગાંધીએ હાજરી આપી હતી પરંતુ વરૂણ પોતાના લગ્ન પ્રસંગે સોનિયા ગાંધીના નિવાસે પોતે ગયા હતાં અને આમંત્રણ આપ્યું હતું. છતાં સોનિયા ગાંધી રાહુલ કે પ્રિયંકા કોઈ હાજર રહ્યાં નહોતા. વરૂણને આનો રંજ છે અને કોંગ્રેસમાં તેમનું ભાવિ સલામત લાગતું નથી.

Lok Sabha Elections 2019 Akhilesh Yadav says varun gandhi is gobar gandhi  controversial statement | अखिलेश यादव की वरुण गांधी पर विवादित टिप्पणी,  कहा- गोबर गांधी कर रहे गोबर की बात |
જ્યારે રાજકીય વર્તુળો એવું અનુમાન કરે છે કે કદાચ તેઓ સપામાં જાેડાઈ શકે છે. કારણ કે અખિલેશ યાદવ અને વરૂણ ગાંધી વચ્ચે સારા સંબંધો છે. અખિલેશ શાસન દરમિયાન તેઓ તેના એકથી વધુ વખત વખાણ પણ કરી ચૂક્યા છે. ઘણા બસપામાં જાેડાય તેવું અનુમાન કરી શકે છે પરંતુ મેનકા અને વરૂણને ભાજપ સાથે કોઈપણ જાતની ફાવટ આવે તેવું હાલના તબક્કે લાગતું નથી. જ્યારે યુપીમાં આપનું કદ દિલ્હી કે પંજાબ જેટલું છે જ નહિ જેથી હાલના તબક્કે આ માતા-પુત્ર કેજરીવાલની પંગતમાં તો બેસી તેવી કોઈ શક્યતા નથી. વૈચારીક રીતે વરૂણ ગાંધી અને કેજરીવાલ વચ્ચે કૃષિદાયકાના વિરોધમાં ખેડૂત આંદોલનને ટેકો આપવા સિવાય કોઈ સામ્યતા નથી તે પણ એક હકિકત છે. વાસ્તવિકતા છે તેની કોઈ ના પાડી શકે તેમ નથી તે પણ એક હકિકત છે, વાસ્તવિકતા છે.

જ્યારે આ સંજાેગોમાં અત્યારે ખેડૂત આંદોલન અને તેમાંય ખાસ કરીને લખીમપુર ખેરીના બનાવ અંગે વરૂણ ગાંધીનું આક્રમક વલણ છે અને તેમની માતા મેનકા ગાંધીનો ટેકો છે તેવે સમયે આ સંજય પુત્ર માટે ભાજપમાં કોઈ સ્થાન નહિ હોય. કદાચ ટૂંક સમયમાં ભાજપ આ ગાંધી માતા-પુત્ર સામે પગલાં પણ ભરી શકે છે તેવી પુરી શક્યતા છે. આ સંજાેગોમાં આ બન્ને માતા-પુત્ર હાથ જાેડીને બેસી રહે તેવા તો નથી જ. તેથી લડાયક મિજાજ ધરાવતા સ્વ. સંજય ગાંધીના પત્ની અને પુત્ર પોતાની રાજકીય કારકિર્દી ચાલુ રાખવા પોતાનો માર્ગ તો પસંદ કરશે જ તે નક્કી છે.

ગુજરાત / કઝાકીસ્તાન, ભારત અને ગુજરાત સાથે દ્વિપક્ષીય સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ કરવા ઉત્સુક