Not Set/ સત્ય ઘટના પર આધારિત સર્જીકલ સ્ટ્રાઇક પર બની ફિલ્મ, જુઓ ‘ઉરી’ ફિલ્મનું ટીઝર

મુંબઈ વર્ષ ૨૦૧૬માં ૨૮-૨૯ સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને ૨ વર્ષ પુરા થઇ ચુક્યા છે. આ ઘટના પર આજે દેશભરમાં અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમ થઇ રહ્યા છે. In the early hours of 29th September 2016, Indian soldiers avenged those who were martyred in the URI attacks. […]

Trending Entertainment Videos
FotoJet 12 સત્ય ઘટના પર આધારિત સર્જીકલ સ્ટ્રાઇક પર બની ફિલ્મ, જુઓ 'ઉરી' ફિલ્મનું ટીઝર

મુંબઈ

વર્ષ ૨૦૧૬માં ૨૮-૨૯ સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને ૨ વર્ષ પુરા થઇ ચુક્યા છે. આ ઘટના પર આજે દેશભરમાં અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમ થઇ રહ્યા છે.

બોલીવુડના હીરો વિક્કી કૌશલની આવનારી ફિલ્મ ‘ ઉરી ‘ નું પોસ્ટર હાલમાં શેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ભારતીય સેનાના ઐતિહાસિક સર્જીકલ સ્ટ્રાઇક પર આધારિત છે. આ ફિલ્મમાં યામિ ગૌતમ પણ નજરે જણાશે.

ઉરી ફિલ્મનું ટીઝર આજે રીલીઝ થયું છે. ફિલ્મ ઉરીને સત્ય ઘટના આધારિત બનાવવામાં આવી છે.

રાજી ફિલ્મમાં પાકિસ્તાની મેજરનો રોલ નિભાવ્યા બાદ વિક્કી હવે આ ફિલ્મમાં ભારતીય સેનાના કમાન્ડર ઈન ચીફના રોલમાં નજર આવશે.

વિક્કીએ પોતાના જોરદાર લુકની એક ઝલક પણ કરવાવી છે.

આ ફિલ્મ ૧૧ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ રીલીઝ થશે. વિક્કીએ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. ફિલ્મ પહેલા તેમને કપરી ટ્રેનીંગ આપવામાં આવી હતી.

ન્યુઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું હતું કે પહેલા તેઓ જીમમાં પરસેવો પાડતા હતા હવે સમય હું તે કામ મિલેટ્રી ટ્રેનીંગમાં કરી રહ્યો છુ.

આ ટ્રેનીંગ રોજ આશરે ૪ થી ૫ કલાક સુધી ચાલે છે. ઉલ્લેખનીય છે કે વિક્કી કૌશલે આ ફિલ્મમાં રોલ કરવા માટે ઘણા આર્મી જવાનની મદદ લીધી હતી.