Viral Video/ વરરાજાની વાત સાંભળીને યૂઝર્સ ભડક્યા, કહ્યું- સરકારી કર્મચારીની આવી નબળી માનસિકતા, વીડિયો વાયરલ

આપણે ભલે 21મી સદીમાં જીવતા હોઈએ પરંતુ આપણા દેશમાં દહેજ હજુ પણ મોટા પાયે પ્રચલિત છે. વાયરલ વીડિયો જોઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને અનેક પ્રકારની કોમેન્ટ્સ થઈ રહી છે.

Trending Videos
વરરાજા

આ દિવસોમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક વરરાજા દહેજ માંગતો જોવા મળી રહ્યો છે. આપણે ભલે 21મી સદીમાં જીવતા હોઈએ પરંતુ આપણા દેશમાં દહેજ હજુ પણ મોટા પાયે પ્રચલિત છે. વાયરલ વીડિયો જોઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને અનેક પ્રકારની કોમેન્ટ્સ થઈ રહી છે. હકીકતમાં, આ વીડિયો આઈપીએસ ઓફિસર દીપાંશુ કાબરાએ શેર કર્યો છે. ટ્વિટર પર વીડિયો શેર થતાં જ લોકોએ વરરાજા પર રોષ ઠાલવી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં આ ઘટના બિહારની જણાવવામાં આવી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કન્યા અને વરરાજા સ્ટેજ પર બેઠા છે અને વીડિયો બનાવી રહેલા એક વ્યક્તિ વરને પૂછે છે કે લગ્ન ન થવાનું કારણ શું છે? જવાબમાં વરરાજાનું કહેવું છે કે હજુ સુધી તેની માંગ પૂરી થઈ નથી, ન તો તેને રોકડ કે અન્ય કોઈ સામાન મળ્યો છે. તેનો દાવો છે કે યુવતીના પક્ષ પાસેથી ચેઈન પણ માંગવામાં આવી હતી, તે પણ મળી નથી, તો તે કયા આધારે લગ્ન કરશે? વીડિયો બનાવનાર વ્યક્તિને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે વરરાજા જણાવે છે કે તે સરકારી નોકરી કરે છે, જ્યારે તેના પિતા શિક્ષક છે. જો કે આ વીડિયો સાચો છે કે સ્ક્રિપ્ટેડ છે, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

આ વીડિયોને ટ્વિટર પર શેર કરતાં IPS ઓફિસર દીપાંશુ કાબરાએ લખ્યું- ‘જ્યાં સુધી દેશમાંથી દહેજ લોભી માનસિકતા ખતમ નહીં થાય ત્યાં સુધી આપણો મહિલા દિવસ, મહિલા સશક્તિકરણ દિવસ વગેરેની ઉજવણી કરવી અર્થહીન છે. જે વ્યક્તિ દહેજની લાલસામાં પોતાના સ્વાભિમાન અને જીવન સાથીનું મૂલ્ય ઓછું આંકે છે, તે કોઈના જીવન સાથી બનવાને પાત્ર નથી. તેણે લખ્યું કે આ વીડિયોની તપાસ કર્યા બાદ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

આ વીડિયોને જોઈને લોકોએ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કહ્યું- કયા આધારે લગ્ન કરવા, જવાબ છે ‘મંદી’. એ જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે જો પકડાઈ જાઓ તો તેની સરકારી નોકરી ગઈ સમજો.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચને અડધી રાત્રે કર્યું એવું ટ્વિટ કે ચાહકો થવા લાગ્યા પરેશાન, આખરે બિગ બીએ શું કહ્યું?

આ પણ વાંચો : ટ્વિંકલ ખન્નાએ હિજાબ વિવાદથી લઈને યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ સુધીના મુદ્દાઓ પર પોતાનું મૌન તોડ્યું, લખીને કહી આ મોટી વાત

આ પણ વાંચો :નસીરુદ્દીન શાહ બન્યા ગંભીર બીમારીનો ભોગ, કહ્યું- શાંતિથી રહેવું મુશ્કેલ છે…

આ પણ વાંચો :મહેશ બાબુ સાથે બનાવશે આલિયા ભટ્ટની જોડી! RRR પછી ફરી એસએસ રાજામૌલીની ફિલ્મની હીરોઈન બનશે