Not Set/ મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી કોરોના સંક્રમીત

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 27126 કેસ નોંધાય

India

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યામાં  વધારો થઈ  રહ્યો છે. ત્યારે  24 કલાકમાં મહારાષ્ટ્રમાં  27126  કેસ  નોંધવવા પામ્યા છે. ત્યારે  પૂણેમાં  24 કલાકમાં 5591 કેસ  નોંધાવવા  પામ્યા છે. તેમજ નાગપુરમાં 3731 નવા  કેસ સામે  આવવા  પામ્યા  છે.

મહારાષ્ટ્રમાં  કોરોના  પોજીટીવની સંખ્યામાં વધારો થઈ  રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં  છેલ્લા  24 કલાકમાં  27126 કેસ નોંધાવવા  પામ્યા છે. જેમાં  પૂણેમાં 24 કલાકમાં  સૌથી  વધુ  5591 કેસ  જ્યારે  નાગપુરમાં  નવા 3731 કેસ  નોંધાવવા  પામ્યા છે. મહારાષ્ટ્ર સરકાર  દ્વારા  તમામ  ઓફિસોને 50 ટકા  સ્ટાફ  સાથે ચાલુ રાખવાનો  નિર્ણય કરવામાં  આવ્યો છે. તેમજ મહારાષ્ટ્રના  મુખ્યમંત્રી  ઉદ્ધવ  ઠાકરેના  પુત્ર અને  પર્યાવરણ મંત્રી  આદિત્ય  ઠાકરેનો કોરોના  રીપોર્ટ  પોજીટીવ આવવા  પામ્યો છે. ત્યારે  આદિત્ય  ઠાકરે  દ્વારા  આ અંગે ટ્વિટ કરીને લોકોને  સાવચેતી  રાખવા  કહ્યું છે. તેમજ તેઓના સંપર્કમાં  આવેલ તમામ લોકોને  રીપોર્ટ  કરાવવા  કહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં  પણ  કોરોનાના  કેસમાં  ચિંતાજનક  વધારો થઈ  રહ્યો છે.