બુધવારે પણ સામાન્ય માણસને રાહત મળતી દેખાઇ રહી નથી ,કારણ કે તેલ કંપનીઓએ આજે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલની કિંમત 22 થી 25 પૈસા વધી છે, જ્યારે ડીઝલની કિંમત પણ 24 થી 27 પૈસા વધી છે. જ્યારે મંગળવારે પેટ્રોલ 27 પૈસા મોંઘુ થયું હતું, તો બીજી તરફ ડીઝલનાં ભાવમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
તેલનાં સતત વધતા ભાવને લીધે પેટ્રોલ માત્ર 6 દિવસમાં 1.68 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે તેલની કિંમતોમાં વધારો પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદથી થઈ રહ્યો છે. દરરોજ સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. જણાવી દઇએ કે, તેલનો ભાવ આકાશને સ્પર્શી રહ્યો છે, તો ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. મહારાષ્ટ્રનાં નાંદેડમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરનાં ભાવે વેચાઇ રહ્યું છે, વળી રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 102 રૂપિયા પ્રતિ લિટર અને જેસલમેરમાં પ્રતિ લિટર રૂ.102 રૂપિયા છે, તો વળી એમપીનાં ભોપાલમાં પેટ્રોલનો ભાવ 100.08 રૂપિયા પ્રિત લિટક, અનૂપપુરમાં પેટ્રોલ 102.12 પ્રતિ લિટર, નગરાબાંધમાં 103.31 રૂપિયા પ્રતિ લિટર અને રીવામાં 102.30 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.
હમ નહી સુધરેંગે! / પાકિસ્તાનનાં PM ઈમરાન ખાને એકવાર ફરી આલાપ્યો કાશ્મીર રાગ
આ આજનાં પેટ્રોલનાં ભાવ છે
દેશમાં આજે કોરોનાકાળમાં સામાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવાનો સમય આવી ગયો છે. આજે ફરી એકવાર પેટ્રોલમાં ભાવ વધારો થયો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 92.05 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 98.36 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં 91.16 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં 93.84 રૂપિયા પ્રતિ લિટર, બેગલુરુંમાં 95.11 રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં 100.08 રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં 89.96 રૂપિયા પ્રતિ લિટર, પટનામાં 94.28 રૂપિયા પ્રતિ લિટર છે.
કોરોના સંકટ / હવે 2 વર્ષથી વધુ ઉંમરના બાળકો પર થશે વેક્સિનનું ટ્રાયલ, ભારત બાયોટેકને મળી મંજૂરી
આ આજનાં ડીઝલના ભાવ છે
આજે એકવાર ફરી ડીઝલનાં ભાવમાં પણ વધારો થયો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં ડીઝલનો ભાવ 82.61 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 89.75 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં 86.45 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં 87.49 રૂપિયા પ્રતિ લિટર, પટનામાં 87.84 રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં 82.99 રૂપિયા પ્રતિ લિટર, બંગલુરુંમાં 87.57 રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં 90.05 રૂપિયા પ્રતિ લિટર, હૈદરાબાદમાં 90.06 રૂપિયા પ્રતિ લિટર છે.

