Dahod News : દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 4 મહિનાની બાળકીને શ્વાસની તકલીફ થતાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભૂવાએ બાળકીના પેટ પર ગરમ સળિયો ચાંપી દેતાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, દાહોદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. 4 મહિનાની બાળકીને શ્વાસની તકલીફ થતા ભૂવા પાસે લઈ જવાઈ હતી. જ્યાં 4 મહિનાની દીકરીના પેટ પર ગરમ સળીયો ચાંપી દીધો હતો. શ્વાસની તકલીફ થતાં મા-બાપ દવાખાન લઇ જવાની જગ્યાએ ભૂવા પાસે લઈ ગયા હતા, જ્યાં બાળકીને ડામ આપતા બાલી ગઈ હતી, ત્યારે બાળકીને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવી છે.
આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને તેના કારણે થતા નુકસાનને ઉજાગર કર્યું છે. આવી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં, લોકો હજુ પણ અંધશ્રદ્ધામાં ફસાયેલા જોવા મળે છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું આવી ઘટનાઓ ક્યારે અટકશે ?
અંધશ્રદ્ધા માટે શું છે સજા ?
અંધશ્રદ્ધાળુઓને 6 માસથી 7 વર્ષની જેલ અને રૂ. 5 હજારથી માંડીને રૂ. 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત બિલમાં આવા આરોપીઓને જામીન નહીં આપવાની પણ જોગવાઈ છે. આ કાયદા પ્રમાણે જે લોકો માનવ બલિદાન, કાળા જાદુ, અઘોરી પ્રથાને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપશે, તો તે ગુનો ગણાશે.
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાની તાંત્રિક વિધિ : અંધશ્રદ્ધા કે બેદરકારી !
આ પણ વાંચો: કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને…
આ પણ વાંચો: પાકિસ્તાનમાં બાળકોમાં પોલિયોના કેસ આવ્યા સામે, દવા મામલે અંધશ્રદ્ધા