Rajkot News/ કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને…

શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપી નાંખીને કમળ પૂજાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી

Top Stories Gujarat Rajkot
Beginners guide to 2024 11 12T194920.000 કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને...

Rajkot News : રાજ્યમાં વધુ એક વ્યક્તિએ પોતાનું જીવન અંધશ્રદ્ધાના કારણે ટૂંકાવ્યું છે. જોકે આ આપણે અત્યાર સુધી એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં કોઈપણ પુરુષ અથવા મહિલાનું અંધશ્રદ્ધાના નામે શારીરિક અથવા આર્થિક રીતે શોષણ કરવામાં આવ્યું હોય, પરંતુ આ ઘટનામાં એક વ્યક્તિ એ ખુદ પોતાને મોતને હવાલે કર્યો છે. જોકે આ ઘટના ગુજરાતમાં આવેલા રાજકોટ શહેરમાં બની છે. તે ઉપરાંત આ ઘટના પોલીસે પણ નોંધી છે. અને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં અંધશ્રદ્ધામાં આધેડે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપી નાંખીને કમળ પૂજાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.
હાલ તો ગંભીર હાલતમાં આધેડને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ગોંડલ-જેતપુર રોડ પર આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા આજે સવારે પોતાના ઘરેથી નીકળીને ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા.

ત્યારે શિવલિંગની પૂજા કર્યા બાદ આજુબાજુમાં કોઈ ના દેખાતા પોતાની પાસે રહેલી ધારદાર છરી વડે પોતાનું જ ગળું કાપ્યું હતું. આ ઘટના બાદ કોઈ દર્શનાર્થીએ આધેડને લોહીલુહાણ હાલતમાં શિવલિંગ પાસે પડેલા જોઈને બીજા લોકોને જાણ કરી હતી. જે બાદ સૌ પ્રથમ ગોંડલ અને પછી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત નાજુક હોવાથી ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે. આ બાબતે હોસ્પિટલના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી આર.ટી.ઓ વિભાગ કાર્યવાહી કરવામાં નિષ્ફળ

આ પણ વાંચો:સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા

આ પણ વાંચો:સાબરકાંઠા વડાલીના ધરોદ પરના અકસ્માતમાં એકનું મોત