Not Set/ આઇનોકસે સુરતને ઓક્સિજન આપવાની ના પાડતા કલેકટરે જથ્થો અટકાવ્યો

સુરતને ઓક્સિજન ના આપતાં કલેકટરે જથ્થો અટકાવ્યો

Surat

ગુજરાતના સુરત શહેરમાં બીજી લહેર ઘાતક બની છે. શહેરમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે . સુરતમાં હાલત ખરાબ છે ઓઇનોકસ કંપનીએ ઓક્સિજન પુરૂ પાડવાની ના પાડતાં સ્થિતિ વણસી હતી . હજીરા સ્થિત આઈનોક્સ કંપનીના પ્લાન્ટ ખાતેથી રાજ્યના વિવિધ શહેરો સહિત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને મેડીકલ ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે.આઈનોક્સ કંપનીએ સુરતને જ ઓક્સિજન સપ્લાય આપવાની ના પાડી દેતા જિલ્લા કલેક્ટરે પોતાની સત્તાનો ઉપયોગ કરીને કંપની ખાતે પોલીસ કાફલો મોકલીને અન્ય શહેરો-રાજ્યોને મોકલાતો જથ્થો અટકાવી દીધો હતો.

આઈનોક્સ કંપનીએ સુરતને ઓક્સિજનનો જથ્થો આપવાની ના પાડતા સુરત જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલે તેમની સત્તાનો ઉપયોગ કરીને કંપનીના ઓક્સિજન જથ્થા પર પોતાના હાથમાં લઇ લીધુ હત

 આઈનોક્સ કંપનીના પ્લાન્ટમાં પ્રતિદિન 120 મેટ્રીક ટનના ઉત્પાદન સામે હાલ 170 મેટ્રીક ટન ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં શહેરમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. જેની પાછળનું સૌથી મહત્વનું કારણ જોવા જઈએ તો કેન્દ્ર સરકારના આદેશને પગલે આઈનોક્સ કંપનીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જથ્થો મોકલવો જરૂરી બની ગયો છે. જેને પગલે કંપનીએ સુરતને 86 મેટ્રીક ટન જથ્થો ફાળવ્યો હતો. જ્યારે અન્ય જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ફાળવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો જેના લીધે કલેકટરે આ નિર્ણય લીધો હતો.