મુશ્કેલીઓ તો દરેકનાં જીવનમાં આવતી હોય છે. જેમાં કેટલાક લોકો હિંમત હારીને આપઘાત કરવા સુધીનાં પગલાં ભરી લેતા હોય છે. જ્યારે અમુક લોકો એવા પણ હોય છે જે મુશ્કેલીઓને જ પોતાની સીડી બનાવીને આગળ વધતા હોય છે. આવા લોકો પોતે આગળ વધવાની સાથે અન્યને પણ મુશ્કેલીઓ સામે લડવાની પ્રેરણા આપે છે. આવું જ પ્રેરણાત્મક દંપતિ રાજકોટમાં છે.આવો મળીએ આ દંપતિને…
રાજકોટ શહેરમાં રહેલા દપંતિમાં પતિ અભિષેક વ્યાસ અને પત્ની પાયલ વેગડા બંને થેલેસેમિયા મેજર હોવા છતાં પણ ઘૂઘરા વેંચી હિંમતભેર પોતાનો નિર્વાહ ચલાવે છે… અને કહે છે કે,, એવરીથિંગ ઇઝ પોસીબલ, પત્ની પાયલ વેગડાએ જણાવ્યું હતું કે, હું માત્ર સાડા ચાર મહિનાની હતી,, ત્યારે થેલેસેમિયા મેજર હોવાનું નિદાન થયું હતું. આ સાંભળીને મારા માતા-પિતા પ્રવિણાબેન અને કિરીટભાઈનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે હિંમત અને સમય કોઈપણ દુઃખનો સૌથી મોટો ઈલાજ છે. તેમ માની મારા માતા-પિતાએ ઈલાજ શરૂ કરાવ્યો હતો. અને હવે તો થેલેસેમિયાની સાથે જીવતા આવડી ગયું છે.
દરમિયાન કોરોના કાળમાં સમયસર લોહી નહીં મળતા આંખો સહિત શરીર ફિક્કું પડવા લાગ્યું હતું. પરંતુ અત્યારે કોઈપણ તકલીફ થતી નથી. જ્યારે પાયલનાં પતિ અભિષેક કાલાવડ રોડ પર રેકડી રાખી ઘૂઘરા વેંચે છે. પોતાની આપવીતી જણાવતા તેમણે કહ્યું કે, હું ૬ માસનો હતો ત્યારથી જ થેલેસેમિયાની બિમારી હોવાની ખબર પડી હતી. અગાઉ આ બિમારી અંગે જાગૃતિ ન હોવાથી ઘણી મુશ્કેલીઓ પડતી હતી. અને માન્યતા હતી કે, થેલેસેમિયા મેજર બાળક 15 વર્ષ જેટલું જ જીવી શકે છે. જે જાણીને માતા-પિતા રેખાબેન અને દીપકભાઈ તો ભારે મૂંઝવણમાં મુકાયા હતા. તેમજ શરીરમાં લોહી ઘટે ત્યારે ચડાવવા માટે દોડધામ કરવી પડતી હતી. તેમાં પણ જસદણ રહેતા હોવાથી બ્લડ ચડાવવા માટે સ્પેશિયલ રાજકોટ આવવું પડતું હતું. જોકે બાદમાં પરિવાર સાથે રાજકોટ સેટલ થયા હતા. અને સામાજિક સંસ્થાનાં સહયોગથી 15 દિવસે નિયમિત બ્લડ ચડાવવામાં આવે છે.
કાલાવડ રોડ પર ઘુઘરાની રેકડી ચલાવનાર આ રાજકોટનું દંપતિ અનેક લોકો માટે હાલ પ્રેરણાનું ઝરણું બન્યું છે. પતિ-પત્નિ બન્ને કહે છે કે,, હિંમત અને સમય કોઈપણ દુઃખનો સૌથી મોટો ઈલાજ છે.
જમ્મુ-કાશ્મીર/ પાકિસ્તાને ભારત પર હુમલા માટે આપ્યા હતા 30 હજાર, પકડાયેલા આતંકીની કબૂલાત
