Not Set/ સહજતાથી સમર્પણ અને કૃપાની અનુભૂતિ

વર્તમાન સમયે જીવનમાં આસપાસ બધું જ બદલાઈ રહ્યું છે. બદલાતા મિત્રો, વ્યવસાય અને પરિસ્થિતિની વચ્ચે જીવન ડામાડોળ થતું હોય તેવું લાગે છે. ચારે બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલો માણસ ખરેખર એકલો

Dharma & Bhakti

પામીને ખુશ થતા આવ્યા છો, તો હવે ખોઈને પણ ખુશ થાઓ…

ભાવિશ્વ : ભાવિની વસાણી

વર્તમાન સમયે જીવનમાં આસપાસ બધું જ બદલાઈ રહ્યું છે. બદલાતા મિત્રો, વ્યવસાય અને પરિસ્થિતિની વચ્ચે જીવન ડામાડોળ થતું હોય તેવું લાગે છે. ચારે બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલો માણસ ખરેખર એકલો પડી રહ્યો છે. તો શું થયું ? પરિસ્થિતિની સાથે બાથ ભીડીને પણ હસવાનું છે. આ એ સમય છે જે તમને સત્ય તરફ લઈ જશે. અત્યાર સુધી તમને માત્ર આસપાસના લોકોમાં સારું કે ખરાબ જ દેખાયું છે. જે બધું આભાસી હતું, હવે સત્ય અને કડવું જોવા મળશે, એ જ વાસ્તવિકતા છે. સત્ય કદાચ કડવું લાગશે પરંતુ તે સત્ય છે તે નકારી શકાતું નથી. અંધકારના ઓછાયામાં નિરાશાના વાદળથી ઘેરાવાના બદલે ખુશ થઇ જાવ, મોજ કરો, સત્ય ને સ્વીકારો, કારણ કે સત્ય એ જ ઈશ્વર છે. સામાન્ય દિવસોમાં તમને કોઈ સમજાવે કે તમારી ચિંતાઓ ઈશ્વરને સમર્પણ કરી દો. પરંતુ તેનો અમલ કરી શકાતો નહતો કે પછી સો ટકા સમર્પણ કરી શકાતું નહોતું. અત્યારે એ સમય છે કે જ્યારે કુદરત કહે છે દીન બની જાઓ, દિના નાથ તમારી પાસે આવશે. કુદરત કહે છે દરિદ્ર બની જાવ, નારાયણ તમારી પાસે આવશે. ખરા અર્થમાં જ્યારે એકલા હોઈએ છીએ ત્યારે જ ઈશ્વરની સૌથી વધારે નજીક હોઈએ છીએ. માટે તમે જે પણ ઈશ્વર, જે પણ કુળદેવી કે પછી નિરાકારમાં માનતા હોય આ સમય એવો છે કે તમારી સંવેદનશીલતા થકી તમે તેની અનુભૂતિ કરી શકશો. સત્ય એ છે કે જેને નકારી શકાતું નથી તો પછી સ્વીકારી લેવામાં શું વાંધો છે ?

તમારા વિચારો અને માન્યતાઓના કોચલામાંથી બહાર નીકળીને જૂઓ તો ખરાં..! કેટલા બધા લોકો છે જેમની સમસ્યાનો ઉકેલ નરી આંખે દેખાતો નથી, તેના કરતાં તમે ઘણા નસીબદાર છો. કેટલા બધા અસંખ્ય લોકો છે તેની સહાયતા તમે કરો, કેટલાક અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમી રહ્યા છે, કેટલાક મનથી પડી ભાંગ્યા છે. આ સ્થિતિમાં જો તમે સહી સલામત હોય અને મજબૂત હોય તો એમ માનજો કે તમારા પર ઈશ્વરની કૃપા છે. મને પેલું ગીત યાદ આવે છે “સુરજ કી ગરમી સે જલતે હુએ તન કો મિલ જાયે તરુવર કી છાયા…..ઐસા હી સુખ મેરે મનકો મિલા હૈ….. મેં જબસે શરણ તેરી આયા…. મેરે રામ…” મોરારીબાપુ તેમની કથામાં હંમેશા પંજાબી ગીત ગાતાં આવ્યા છે… “વાહ વાહ રે… મૌજ ફકીરા દી..” અત્યાર સુધીનો સમય એવો હતો કે આપણે મેળવીને આનંદ લેતા શીખ્યા છીએ, હવે ગુમાવીને આનંદ લેતા શીખવાનો સમય આવ્યો છે તો આનાથી વધારે જ્ઞાન તમને ક્યારે મળવાનું હતું ! મીરાબાઈ પણ ગાતાં હતાં ને… “રામ રાખે… તેમ રહીએ…. ઓધવજી…. અમે તો છીએ ચિઠ્ઠીના ચાકરજી” સુપ્રીમ શક્તિમાન વિશ્વમાં કોઈ છે તો તે ઈશ્વર જ છે, પછી તમે ભલે તેને ગમે તે નામથી ઓળખાતા હોય. આ સુપ્રીમ શક્તિમાં વિશ્વાસ કરો તમે જો સત્ય હશો તો તમે એકલા નહી જ પડો. શ્રી કૃષ્ણ એ ગીતામાં અર્જુનને કહ્યું હતું, “બધું જ છોડી અને તું મારા શરણે આવ…” તમે પણ વિષાદમાં હોય તો હવે શરણાગત થઈ જાવ. ચોક્કસ સમસ્યાનો ઉકેલ મળી આવશે.

જીવનમાં જે જોઈતું હોય તે મેળવી ન શક્યા હોય તો ખુશ થજો, કે તમારે એટલું બધું ગુમાવવું નહીં પડે. અમુક ઉંચાઈ સુધી ના ચડ્યા હોય તો પોતાને ખુશનસીબ માનજો કે એટલી ઊંચાઈએથી પડવું નહીં પડે. અને સૌથી મોટી બાબત એ છે કે આજે તમે સૌથી વધારે ઈશ્વરની નજીક છો. એક વખત વિશ્વાસ મૂકી દો એમના શબ્દો પર, અને પછી આગામી દિવસોમાં ચમત્કાર થઈ શકે છે, જરૂર છે માત્ર અવકાશ આપવાની… મનને ખુલ્લું મૂકી દો…. જ્યાં છો ત્યાં ખુશ રહો, ખુશીને વહેંચો અને સર્વશક્તિમાન ઈશ્વર જે પણ સ્થિતિમાં રાખે છે તે સ્થિતિમાં ફરિયાદ નહીં કરો. સ્વીકાર કરો અને એ પણ ખુશીથી કરો. ઈશ્વરને why me એમ ના કહો Try me કહો….

કોઈપણ સંજોગોમાં તમારા વિશ્વાસને તૂટવા ન દો અને મોજ કરતા રહો…..
આ સાથે જ……. વાહ વાહ રે….. મૌજ…. ફકીરા દી…. ગાઓ… અને ઝૂમી ઉઠો… આ ગીતની લીરીક્સ અહીં મૂકી રહી છું…. ગાઓ અને મજા કરો મિત્રો…

वाह वाह रे मौज फकीरा दी.

कभी तो खांदे चना चबेना,
कभी लपता लेनदे खीर दी,
वाह वाह रे मौज फकीरा दी.

कभी तोह ओढ़े मैली चादर,
कभी शाल पश्मीरा दी,
वाह वाह रे मौज फकीरा दी.

कभी तो रहंदे राज भवन विच,
कभी ते गली अहीरा दी,
वाह वाह रे मौज फकीरा दी.

मांग तांग कर टुकड़े खांदे,
चाल चले अमीरा दी,
वाह वाह रे मौज फकीरा दी.