નિર્ણય/ ઓક્સિજન અંગેની માહિતી જાહેર ના કરવા હોસ્પિટલોને સૂચન

ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય ઓક્સિજન નથી તેવો બોર્ડ લગાવવાના નથી.

India
ox cylender 2 ઓક્સિજન અંગેની માહિતી જાહેર ના કરવા હોસ્પિટલોને સૂચન

દેશમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યા છે. દેશના તમામ રાજ્યો કોરોનાની લડાઇ લડી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. ત્યારે રાજ્યની સરકારે આદેશ આપ્યો છે કે રાજ્યની કોઇપણ હોસ્પિટલે ઓક્સિજન નથી તેવા બોર્ડ  લગાવવાના નથી. ઉપરાંત સોશિયલ મીડિયા પર ઓક્સિજન માંગવાની પોસ્ટ પર મૂકવાની નહી જો આવું કરવામાં આવશે તો પોસ્ટ મૂકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથના અધ્યક્ષ સ્થાને મળેલી મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કોઇપણ હોસ્પિટલ ઓક્સિજન નથી તેવો બોર્ડ લગાવી શકશે નહિ આ સાથે કોઇપણ વ્યક્તિ સોશીયલ મીડિયા પર ઓક્સિજનની માંગણી કરી શકશે નહીં.રાજ્ય સરકારે આ ચેતવણી આપતાં વિવાદ સર્જાયો હતો અને મામલો અલહાબાદ હાઇકોર્ટમાં પહોચ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારનું એવું કહેવું છે કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે અને સોશિયલ મીડિયાથી વાત વધે છે તેથી સોશિયલ મીડિયા પર ઓક્સિજન માંગનાની પોસ્ટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમેઠીના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે તેના પર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી પોસ્ટ કરી છે .યુવકે તેના દાદાની સ્થિતિમાં ઓક્સિજનની મદદ માંગી હતી.