Not Set/ વાંચો ભારતના આ અજીબોગરીબ મંદિરની રસપ્રદ વાતો

પુરીમાં વિરાજમાન ભગવાન જગન્નાથજીનું રૂપ જ અનોખું છે તેવું નથી. તેમના વિશેની એવી વાતો કે જે તમે ક્યારેય નહીં જાણી હોય. વાંચો આ મંદિરની રસપ્રદ વાતો  1-મંદિરની ઉપર ધ્વજ હંમેશાં હવાની ઊંધી દિશામાં ફરકતી જોવા મળે છે. પુરીમાં કોઈ પણ જગ્યાએથી તમે મંદિરની ઉપર લગાવવામાં આવેલ સુદર્શન ચક્રને જોશો તો તે હંમેશાં તમારી સામે જ […]

Uncategorized
19 amazing temple of south india વાંચો ભારતના આ અજીબોગરીબ મંદિરની રસપ્રદ વાતો

પુરીમાં વિરાજમાન ભગવાન જગન્નાથજીનું રૂપ જ અનોખું છે તેવું નથી. તેમના વિશેની એવી વાતો કે જે તમે ક્યારેય નહીં જાણી હોય.

વાંચો આ મંદિરની રસપ્રદ વાતો 

1-મંદિરની ઉપર ધ્વજ હંમેશાં હવાની ઊંધી દિશામાં ફરકતી જોવા મળે છે. પુરીમાં કોઈ પણ જગ્યાએથી તમે મંદિરની ઉપર લગાવવામાં આવેલ સુદર્શન ચક્રને જોશો તો તે હંમેશાં તમારી સામે જ લાગેલું દેખાશે. સામાન્ય રીતે દિવસના સમયે હવા સમુદ્રથી જમીન તરફ આવે છે, અને સાંજ દરમિયાન તેની ઊંધી દિશામાં ચાલે છે.

2-તમે ક્યારેય કોઈ પક્ષી કે વિમાનને મંદિરની ઉપર ઉડતા નહીં જોઈ શકો. તે સિવાય મંદિરના મુખ્ય ગુંબજનો છાંયડો દિવસના કોઈપણ સમયે અદ્રશ્ય જ રહે છે. મંદિરની અંદર બનાવાતા ભોજનની ક્યારેય કમી આવતી નથી. આખું વર્ષ અન્નભંડારો ભર્યા કરે છે. પ્રસાદ ક્યારેય નકામો જતો નથી, કે ખૂટતો નથી, પછી ભલેને 20 લાખ લોકોને ખવડાવવાનો હોય.

3-મંદિરમાં પ્રસાદ(રસોઈ) બનાવવા માટે 7 વાસણ એકબીજા ઉપર રાખવામાં આવે છે. અને લાકડાવાળા ચુલા ઉપર રાંધવામાં આવે છે. આ પ્રક્રિયામાં નીચેવાળા વાસણોની સરખામણીએ સૌથી પહેલા ઉપર મૂકવામાં આવેલ વાસણમાં જ પ્રસાદ પહેલા તૈયાર થાય છે પછી નીચેવાળા વાસણની.

4-મંદિરના સિંહદ્વારમાં પહેલા પગથિયે પ્રવેશ કરતાની સાથે જ (મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ) તમે સમુદ્ર દ્વારા થતો કોઈ જ અવાજ સાંભળી નથી શકતા, તમે મંદિરમાંથી જેવા બહારથી એક જ પગલું ભરો તમને ફરીથી સમુદ્રનો અવાજ સાંભળી શકો, આ અદભુત ચમત્કારને સાંજના સમયે સ્પષ્ટ રૂપમાં જોઈ શકાય છે.

5- મંદિરનું રસોઈઘર દુનિયાનું સૌથી મોટું રસોઈઘર છે. દરરોજ સાંજના સમયે મંદિરની ઉપર લગાવવામાં આવેલ ધ્વજને માનવીઓ દ્વારા ઊલટી ચઢાવીને બદલી દેવામાં આવે છે. મંદિરનું ક્ષેત્રફળ ચાર લાખ ચોરસ ફૂટ છે અને ઊંચાઈ 214 ફિટ છે. ભગવાન જગન્નાથને ચઢાવવામાં આવતી મહાપ્રસાદ બનાવવા માટે 500 રસોઈયાઓ તથા 300 તેમના સહયોગીઓ કામ કરે છે.

વાંચો રાજસ્થાનના આ ઉંદર મંદિર વિશે  

રાજસ્થાનના બિકાનેર સ્થિત આ મંદિર ઉંદરો વાળું મંદિર અને કરણી માતાને  ઉંદરોવાળી માતાના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં 20,000 થી પણ વધારે ઉંદરો રહે છે.

Image result for rat at temple india

 

Image result for rat at temple india

આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીના ઉંદરોનો એઠો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. આ ઉંદરોમાં 7 સફેદ ઉંદર પણ છે, જેને ‘કાબા’ ના નામથી ઓળખવામાં આવે છે.

Image result for rat at temple india

અહી રહેતા ઉંદરોને માતાના સંતાન માનવામાં આવે છે.

પુણેની આ દરગાહની રસપ્રદ વાતો

Image result for pune dargah

પુણેથી થોડેક દુર શિવપુર નામનું એક ઉટપટાંગ નગર છે. જેમાં બાબા હઝરત કમર અલીની દરગાહ છે. 800 વર્ષ પહેલાં આ દરગાહમાં અખાડો હતો. જ્યાં સૂફી સંત કમર અલીના થોડા પહેલવાને મળીને તેનો મજાક ઉડાવ્યો હતો. તેથી સંત નારાજ થયા અને પહેલવાન દ્વારા ઉઠાવવામાં આવતો 70 કિલોના પથ્થર પર પોતાનો મંત્ર ફૂકી દીધો.

ત્યારથી આ વજનદાર પથ્થરને માત્ર 1 આંગળીથી સ્પર્શ કરી તથા સંત કમર અલીનું નામ જોરથી બોલવાથી જ આને ઉઠાવવો સંભવ છે.