પશ્વિમ બંગાળ/ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક કલહ ! મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બોલાવી ઈમરજન્સી બેઠક

મમતા બેનર્જીએ તેમના નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બોલાવી ચર્ચા કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર છ વરિષ્ઠ નેતાઓના નામ- રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી મહાસચિવ પાર્થ ચેટર્જી પણ સામેલ છે.

Top Stories India
mamata

તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક કલહ ચાલી રહ્યું છે. જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે સાંજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. મમતા બેનર્જીએ તેમના નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બોલાવી ચર્ચા કરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર છ વરિષ્ઠ નેતાઓના નામ- રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી મહાસચિવ પાર્થ ચેટર્જી પણ સામેલ છે. આ સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુબ્રત બક્ષી અને મંત્રીઓ ફિરહાદ હકીમ, અરૂપ બિસ્વાસ અને ચંદ્રીમા ભટ્ટાચાર્યને બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઉત્તરકાશીની ધ્રુજી ધરા, અનુભવાયો 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 

પાર્ટી કેટલાક નેતાઓ દ્વારા આપવામાં આવી રહેલા નિવેદનો અને કાઉન્ટર દલીલોને ધ્યાનમાં લેતા નથી. TMCના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે, અમારી પાર્ટીના સુપ્રીમો તમામ નેતાઓને સંદેશ આપે તેવી શક્યતા છે.

આપને જણાવી દઈએ કે, મમતા બેનર્જી, જેમણે પક્ષની નવી કાર્યકારી સમિતિની રચના કરવાની બાકી છે, તેઓ 28 ફેબ્રુઆરીએ આગામી નાગરિક ચૂંટણીઓ માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે. શુક્રવારે શાસક ટીએમસીમાં વિખવાદ વધી ગયો જ્યારે ટીટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની નજીકના નેતાઓએ ટ્વિટર પર “એક માણસ એક પોસ્ટ” નીતિની હિમાયત કરી. જે મુજબ પાર્ટીના સભ્યને માત્ર એક જ પદ રાખવાની છૂટ હોવી જોઈએ.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર અને અદાણી પોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કરણ અદાણી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ગુરુવારે રાજ્ય સચિવાલય નબાન ખાતે બેઠક યોજી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, અદાણી જૂથ તાજપુર ખાતે બનાવવામાં આવનાર ડીપ સી પોર્ટમાં રોકાણ કરવા આતુર છે. આ બેઠકમાં મુખ્ય સચિવ હરેકૃષ્ણ દ્વિવેદી પણ હાજર હતા. તાજપુરમાં ડીપ સી પોર્ટ બનાવવામાં આવશે.

આ પણ વાંચો:દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ, જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં ફૂંકાશે ઠંડા પવનો, આસામ-તમિલનાડુમાં વરસાદની શક્યતા, જાણો હવામાનની સ્થિતિ