Not Set/ બગદાદ હથિયાર ડેપોમાં વિસ્ફોટ થતાં 24ના મોત

બગદાદ, ઈરાકની રાજધાની બગદાદના સદર સિટી જિલ્લા સ્થિત હથિયારના ડેપોમાં એક ભીષણ વિસ્ફોટ થતા ૨૪થી વધુ લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા છે. જે પૈકી અનેકની હાલત ગંભીર હોવાથી મૃતાંક વધવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બગદાદના સુરક્ષા અભિયાનના કમાન્ડે પોતાના એક નિવેદનમાં જણાવ્યુ […]

World
at least 24 killed as arms depot blows up in Baghdad.. બગદાદ હથિયાર ડેપોમાં વિસ્ફોટ થતાં 24ના મોત
બગદાદ,
ઈરાકની રાજધાની બગદાદના સદર સિટી જિલ્લા સ્થિત હથિયારના ડેપોમાં એક ભીષણ વિસ્ફોટ થતા ૨૪થી વધુ લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા છે. જે પૈકી અનેકની હાલત ગંભીર હોવાથી મૃતાંક વધવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બગદાદના સુરક્ષા અભિયાનના કમાન્ડે પોતાના એક નિવેદનમાં જણાવ્યુ હતું કે હથિયાર ડેપોમાં અચાનક વિસ્ફોટ થયો હતો. સુરક્ષાદળો આ વિસ્ફોટના કારણો શોધવામાં તપાસ કરી રહ્યા છે.

At least 24 killed as arms depot blows up in Baghdad. બગદાદ હથિયાર ડેપોમાં વિસ્ફોટ થતાં 24ના મોત

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતું કે, હથિયાર ડેપોમાં રોકેટ, ગ્રેનેડ અને મોટાપ્રમાણમાં અન્ય હથિયારો રાખવામાં આવેલ હતા. અચાનક વિસ્ફોટ થતા આ તમામ હથિયારો એકસાથે બ્લાસ્ટ થયા છે. તેમણે જણાવ્યુ હતું કે, વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૨૪ લોકોના મોત થયા છે. જ્યારે ૩૨થી વધુ લોકો ઘાયલ થયા છે.

at least 24 killed as arms depot blows up in Baghdad બગદાદ હથિયાર ડેપોમાં વિસ્ફોટ થતાં 24ના મોત

હોસ્પિટલના ચિકિત્સા સુત્રોના જણાવ્યા મુજબ, ઘાયલોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે, આ ભયંકર વિસ્ફોટના કારણે આસપાસના મકાનો અને બિલ્ડિંગોને પણ મોટાપાયે નુકશાન થયુ છે. આ વિસ્તાર લોકપ્રિય શિયા ધર્મગુરુ મુકતદા સદરનો ગઢ માનવામાં આવે છે. તેમજ નજીકમાં એક શિયા મસ્જીદ પણ આવેલ છે. જાકે હજી સુધી બ્લાસ્ટ કયા કારણોસર થયો તે સામે આવ્યુ નથી. કોઈ આતંકી હુમલો હતો કે કોઈ ટેકનીકલ કારણસર આ બ્લાસ્ટ થયો તે અંગે તપાસ ચાલી રહી છે.