Not Set/ PM મોદીના આગમન પહેલા બુર્જ ખલીફા – દુબઈ ફ્રેમ રંગાયું તિરંગાના રંગમાં

પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પેલેસ્ટાઇનના પહુંચ્યા હતા. ત્યારબાદ તેઓ રવિવારે યુએઈની મુલાકાતે પણ જવાના છે. પીએમ મોદીના સંયુક્ત અમીરાત આરબની મુલાકાત પહેલા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદીના આગમનને લઇ દુબઈની બુર્જ ખલીફાની ઈમારત તેમજ દુબઈની ફ્રેમને પણ ભારતના રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોમાં રંગવામાં આવી છે. […]

India
img 1 021018021500 PM મોદીના આગમન પહેલા બુર્જ ખલીફા - દુબઈ ફ્રેમ રંગાયું તિરંગાના રંગમાં

પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પેલેસ્ટાઇનના પહુંચ્યા હતા. ત્યારબાદ તેઓ રવિવારે યુએઈની મુલાકાતે પણ જવાના છે. પીએમ મોદીના સંયુક્ત અમીરાત આરબની મુલાકાત પહેલા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદીના આગમનને લઇ દુબઈની બુર્જ ખલીફાની ઈમારત તેમજ દુબઈની ફ્રેમને પણ ભારતના રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોમાં રંગવામાં આવી છે. આ ઉપરાંત યુએઈના ન્યુઝપેપરોએ પણ ભારતીય પ્રધાનમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે.

મહત્વનું છે કે, પીએમ મોદીના યુએઈની મુલાકાત દરમિયાન રવિવારે અબુધાબીમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે તેમજ ત્યાંથી જ તેઓ વીડિઓ કોન્ફરન્સ દ્વારા અબુધાબીમાં બનેલા પ્રથમ હિંદુ મંદિરનું પણ શિલા પૂજન કરશે. આ મંદિરના નિર્માણની જવાબદારી BAPS સ્વામિનારાયણ સંસ્થાએ લીધી છે.

દુબઈની બુર્જ ખલીફાની ઈમારત

img 1 021018021500 PM મોદીના આગમન પહેલા બુર્જ ખલીફા - દુબઈ ફ્રેમ રંગાયું તિરંગાના રંગમાં

દુબઈની ફ્રેમ

img 2 021018021500 PM મોદીના આગમન પહેલા બુર્જ ખલીફા - દુબઈ ફ્રેમ રંગાયું તિરંગાના રંગમાં

યુએઈના ન્યુઝપેપરોએ ભારતીય પ્રધાનમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે.