Not Set/ ગુફામાં ગુમ થઇ આ દેશની ફૂટબોલ ટીમ, 4 દિવસથી કોઈ ખબર મળી નથી

થાઈલેન્ડ, થાઇલેન્ડના ચિયાંગ રાઈ વીસ્તારમાં આવેલી થામ લુંઆંગ નાંગ નોન ગુફામાં ગુમ થઇ ગયેલી થાઈલેન્ડની કિશોર ફૂટબોલ ટીમની શોધખોળ ચાલુ છે. થાઈલેન્ડના અધિકારીઓએ બુધવારે પણ કિશોર ફૂટબોલ ટીમ અને એમના કોચને શોધવા માટેના સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. જોકે, ભારે વરસાદના કારણે સર્ચ ઓપરેશનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે ઉત્તરી થાઈલેન્ડની ગુફામાં […]

Top Stories World
la 1530022208 bx4ah3o9gt snap image ગુફામાં ગુમ થઇ આ દેશની ફૂટબોલ ટીમ, 4 દિવસથી કોઈ ખબર મળી નથી

થાઈલેન્ડ,

થાઇલેન્ડના ચિયાંગ રાઈ વીસ્તારમાં આવેલી થામ લુંઆંગ નાંગ નોન ગુફામાં ગુમ થઇ ગયેલી થાઈલેન્ડની કિશોર ફૂટબોલ ટીમની શોધખોળ ચાલુ છે. થાઈલેન્ડના અધિકારીઓએ બુધવારે પણ કિશોર ફૂટબોલ ટીમ અને એમના કોચને શોધવા માટેના સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. જોકે, ભારે વરસાદના કારણે સર્ચ ઓપરેશનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Search for missing Thai teenage football team ગુફામાં ગુમ થઇ આ દેશની ફૂટબોલ ટીમ, 4 દિવસથી કોઈ ખબર મળી નથી

જણાવી દઈએ કે ઉત્તરી થાઈલેન્ડની ગુફામાં 12 કિશોર ફૂટબોલ ખેલાડી અને એમના કોચ શનિવારથી ફસાયેલા છે. રીપોર્ટસ મુજબ શનિવારે ચિયાંગ રાઈમાં થામ લુંઆંગ ગુફાના પ્રવેશદ્વાર પાસે ખેલાડીઓની સાયકલ, બૂટ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

Thai rescue workers and park officials stand outside the Tham Luang Nang Non 2 ગુફામાં ગુમ થઇ આ દેશની ફૂટબોલ ટીમ, 4 દિવસથી કોઈ ખબર મળી નથી

બચાવ કાર્ય ટીમના પ્રવક્તા રુએતેવાન પેતિસને કહ્યું કે એમને વિશ્વાસ છે કે ગુમ થયેલા લોકો હજુ સુધી જીવતા છે. જોકે, 72 કલાકના ખોજ કાર્ય બાદ પણ એમની સ્થિતિ વિષે જાણી શકાયું નથી. થાઈલેન્ડ સેનાની ઉચ્ચ સ્તરીય ટીમ આધુનિક ઉપકરણો સાથે ખેલાડીઓ અને કોચની ખોજ કરી રહી છે.

આ ટીમમાં 12 ખેલાડીઓની ઉમર 11થી 16 વર્ષ વચ્ચે છે. તેઓ બધા યુવા ફૂટબોલ ટીમના સદસ્ય છે. અને એમના 25 વર્ષીય કોચ સાથે આ ગુફામાં ગયા હતા.

tham luang nang non ગુફામાં ગુમ થઇ આ દેશની ફૂટબોલ ટીમ, 4 દિવસથી કોઈ ખબર મળી નથી

પેતિસનનું માનવાનું છે કે આ ગુફાની અંદર જવાનો રસ્તો વરસાદના કારણે બંધ થઇ ગયો છે. અને પાણી ભરાઈ ગયું હોવાથી તેઓ ગુફાની બહાર નથી આવી શકતા. થાઈલેન્ડ નેશનલ પાર્ક પ્રશાસનના અધિકારી કામોલચાઈ કોટ્ચાએ જણાવ્યું કે અમે લગભગ 24 કલાકથી કામ કરી રહ્યા છીએ. પરંતુ ગુફામાં અંધારું અને કેટલીક જગ્યાઓ પર ઓક્સીજનની ઓછી માત્રાના કારણે કામ કરવામાં મુશ્કેલી થઇ રહી છે.

7080f0eb1b8d1b0418e9e6efeb8cf0b1 ગુફામાં ગુમ થઇ આ દેશની ફૂટબોલ ટીમ, 4 દિવસથી કોઈ ખબર મળી નથી

ફૂટબોલ ખેલાડીઓ અને એમના કોચ શનિવાર બપોરથી જ ગુમ છે. પાર્કના એક અધિકારીએ ખેલાડીઓની સાયકલોને ગુફાના પ્રવેશ દ્વાર પર જોઈ હતી.