ભારત ભારે ઉથલ પાથલવાળા હવામાન સાથે જોડાયેલ ઘટનાઓ બાબતે દુનિયાનો છઠ્ઠો સૌથી અસુરક્ષિત દેશ છે. બર્લીન સ્થિત એક એનજીઓ જર્મન વોચ દ્વારા પ્રદૂષણના ખતરા સંદર્ભે દેશોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ખતરો ધરાવતા દેશોમાં ઝિમ્બાબ્વે, ફિઝી, શ્રીલંકા, વિયેતનામ બાદ ભારતનુ છઠ્ઠુ સ્થાન આવે છે. જ્યારે અમેરિકા, મેસીડોનીયા, બોલીવીયા પણ ગ્લોબલ ક્લાઈમેટ રીસ્ક ઈન્ડેક્સમાં ટોપ-૧૦ દેશોમાં સામેલ છે. ગ્લોબલ ક્લાઈમેટ રીસ્ક ઈન્ડેક્સમાં વાતાવરણમાં આવી રહે ફેરફાર સાથે જાડાયેલ કારણોએ દેશની પ્રતિ લાખ વસ્તીએ મોતના આંકડાના આધારે અને તેનાથી જીડીપીને થતા નુકશાનનુ વિશ્લેષણ કરીને આ યાદી તૈયાર કરવામાં આવી છે. ભારત ગત વર્ષે આ યાદીમાં ચોથા ક્રમે આવી ગયુ છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે ૨૦૧૬માં વાતાવરણમાં પરિવર્તનના કારણે ભારતમાં ૨૧૧૯ લોકોના મોત થયા હતા. તેમજ હવામાન સાથે જાડાયેલ આપત્તિના કારણે ૨૧ અબજ ડોલરની સંપત્તિને નુકશાન થયુ હતું. જ્યારે ગત વર્ષે અમેરિકામાં સૌથી વધુ ૪૭ અબજ ડોલરનુ નુકશાન થયુ હતું.
રીપોર્ટ મુજબ છેલ્લા ૨૦ વર્ષના આંકડાઓના વિશ્લેષણના આધારે જાણવા મળ્યુ છે કે વાતાવરણમાં પરિવર્તનના કારણે દુનિયામાં ૫.૨૪ લાખ લોકો મોતને ભેટી ચુક્યા છે. આ દરમિયાન કુલ ૧૧ હજારથી પણ વધુ હવામાન સંબંધિત આફતો આવી છે અને તેનાથી લગભગ ૩૨ અબજ ડોલરની સંપત્તિને નુકશાન થયુ છે.
