Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Rajasthan News/ રાજસ્થાનમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવકના ખાતામાં ₹1 લાખ કરોડ બ્લોક! ₹55 હજાર પણ ઉપાડી શકતો નથી

Bank Account Glitch: રાજસ્થાનના સીકરમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવકના કોટક બેંક ખાતામાં ₹1 લાખ કરોડ બ્લોક થયાનું એપમાં દેખાયું. યુવકે સાયબર પોલીસનો સંપર્ક કર્યો.

October 29, 2026Jaymin Dhiman
Top Stories India
Bank Account Glitch: સીકરમાં યુવકના બેંક ખાતામાં ₹1 લાખ કરોડ બ્લોક થયાનો મામલો

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા 22 વર્ષના યુવકના બેંક ખાતામાં ₹1 લાખ કરોડની રકમ બ્લોક થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે (Bank Account Glitch). યુવકના જણાવ્યા મુજબ, તેના ખાતામાં અગાઉ ₹55 હજાર જમા હતા, પરંતુ બેંકની એપ્લિકેશનમાં બેલેન્સ તપાસતાં રકમ શૂન્ય દેખાઈ હતી. એપમાં ₹1 લાખ કરોડની રકમ બ્લોક થયેલી હોવાનું દર્શાવાતાં યુવક આશ્ચર્યમાં મુકાયો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા યુવકે સાયબર પોલીસ સમક્ષ રજૂઆત કરી છે.

Bank Account Glitch: મોબાઇલ રિચાર્જ કરવા જતાં સામે આવી ઘટના

મળતી માહિતી પ્રમાણે, સમીર ખાન છેલ્લા કેટલાક મહિનાથી સીકર (Sikar News)ના સાલાસર બસ સ્ટેન્ડ પાસે આવેલી નિર્મલ મેડિકલ પોઇન્ટ નામની દુકાનમાં કામ કરી રહ્યો છે. 28 ઑક્ટોબરે બપોરે તે મોબાઇલ રિચાર્જ કરવા માટે કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank)ની એપ ખોલી રહ્યો હતો. પેમેન્ટ માટે પિન દાખલ કર્યા બાદ તેણે બેંક ખાતાનું બેલેન્સ તપાસ્યું, ત્યારે તેમાં કોઈ રકમ ન હોવાનું જાણવા મળ્યું હતું.

સમીરના જણાવ્યા અનુસાર, એપમાં તેના ખાતામાંથી ₹1 લાખ કરોડ બ્લોક (₹1 Lakh Crore Blocked) થયાનો ઉલ્લેખ હતો. આ પહેલાં તેના ખાતામાં આશરે ₹55 હજાર જમા હતા. આ પરિસ્થિતિને કારણે યુવક પોતાની જમા રકમ ઉપાડી શકતો ન હોવાની ફરિયાદ કરી રહ્યો છે.

₹10 હજારના પગારદાર યુવકના ખાતામાં મોટી રકમ બ્લોક થયાનો દાવો

સમીરના માલિક ધીરજ શર્માના જણાવ્યા અનુસાર, યુવક મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે અને તેને દર મહિને ₹10 હજાર પગાર મળે છે. ખાતામાં આટલી મોટી રકમ અટવાઈ હોવાની જાણ થતાં સમીરના માલિક પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

સાયબર પોલીસને જાણ, ટેક્નિકલ ખામીની શક્યતા

આ મામલે સમીર પોતાના માલિક સાથે સાયબર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસકર્મીઓએ તેને બેંકનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.

સાયબર પોલીસ સ્ટેશનના ASI દિનદયાલના જણાવ્યા અનુસાર, આ ઘટના બેંકની ટેક્નિકલ ખામીને કારણે બની હોવાની શક્યતા છે. બીજી તરફ, સીકરમાં કોટક મહિન્દ્રા બેંકના મેનેજર નિતેશ કુમાર પરીકના જણાવ્યા મુજબ, ખાતાધારક બેંકમાં આવીને આ મામલે સંપર્ક કરી શકે છે.

હાલમાં ₹1 લાખ કરોડ બ્લોક થયાનું એપમાં કેમ દર્શાવવામાં આવ્યું અને ખાતામાં રહેલી રકમ શા માટે ઉપાડી શકાતી નથી, તે અંગેની હકીકત બેંકની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: ગોવિંદપુર SBI બેંકમાં તોડફોડના કેસમાં સિદ્ધાર્થ સતાસિયાની ધરપકડ

આ પણ વાંચો: સોનારડાની જના બેંક શાખાની તિજોરીમાંથી 23.39 લાખ ગાયબ થતાં મેનેજર અને કેશિયર સામે ફરિયાદ

આ પણ વાંચો: SBI Data Leak: ગ્રાહકોની માહિતી લીક થવાની આશંકા, બેંકની તપાસ શરૂ

Post navigation

PM મોદીના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર, વારાણસી-નાગપુરનો ઉલ્લેખ
પહેલીવાર સામે આવ્યો કોચનો વીડિયો, જાણો સુવિધા અને ટાઈમટેબલ

More Posts

Yogi and Akhilesh Yadav

CM Uttarpradesh/ CM યોગી અને અખિલેશ યાદવ વચ્ચે ‘તુ-તુ, મેં-મૈં’; BJPએ આપી પ્રતિક્રિયા

February 25, 2023Rahul Rathod
પાણી

સૌરાષ્ટ્રમાં પાણી ખૂટ્યું/ જો સમયસર વ્યવસ્થા નહીં કરવામાં આવે તો રહેવું પડશે ‘તરસ્યા’

April 26, 2022Keyuri Atri

Not Set/ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) નાં ચેરમેન અને એમડીનાં પદે આર. માધવનની નિયુક્તિ

September 2, 2018September 2, 2018mantavya

Not Set/ રશિયા Vs સાઉદી અરેબિયા, રશિયાએ પાંચ ગોલ ફટકારી અરેબિયાને હરાવ્યું

June 15, 2018June 15, 2018mantavya

Not Set/ ચોટીલા નજીક ટ્રક અને કાર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 સભ્યોના મોત

November 18, 2018November 18, 2018Harshid Patel

આગ/ દિલ્હીના ચાંદની ચોકના માર્કેટમાં ભીષણ આગ લાગતા અનેક દુકાનો બળીને ખાખ

January 6, 2022January 6, 2022mustak malik

Not Set/ નોટબંધી સમયે તમે લાઇનમાં ઉભા રહ્યાં,માલ્યા-નીરવ મોદી બેંક લુંટી ભાગી ગયા: રાહુલ ગાંધી

November 9, 2018November 12, 2018Hemakshi Vyas
Vilasbhai Patkar

Breaking News/ ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના પુત્ર વિલાસભાઈ પાટકરનું માત્ર 50 વર્ષની વયે અકાળ અવસાન

March 22, 2026March 22, 2026Panara Mansi

Ahmedabad News/ કેનેડા બોર્ડર ક્રોસ કરી અમેરિકા પહોંચેલા ઉત્તર ગુજરાતના યુવકનું મોત

September 20, 2024Nikunj Patel

Not Set/ Video: કોંગ્રેસના ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઘર્ષણ, વિરજી ઠુમ્મરને અટકાવતા થઈ ધક્કા મુક્કી

September 18, 2018September 18, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy