Not Set/ ભ્રષ્ટાચાર મામલમાં પૂર્વ પીએમ નવાઝને 10 અને પુત્રી મરિયમને 7 વર્ષની જેલ, બંને પુત્રો ભાગેડુ

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં ચુંટણી પહેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નવાઝ શરીફની સાથે એમની પુત્રી મરિયમ અને જમાઈને પણ જેલની સજા સંભળાવી છે. જયારે નવાઝ શરીફના બંને પુત્રોને ભાગેડુ જાહેર કર્યા છે. એકાઉન્ટેબીલીટી કોર્ટે શુક્રવારે પનામા પેપર્સ કાંડ સાથે જોડાયેલા ત્રણ મામલાઓમાંથી એકમાં નવાઝ શરીફને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. જયારે […]

Top Stories World

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનમાં ચુંટણી પહેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નવાઝ શરીફની સાથે એમની પુત્રી મરિયમ અને જમાઈને પણ જેલની સજા સંભળાવી છે. જયારે નવાઝ શરીફના બંને પુત્રોને ભાગેડુ જાહેર કર્યા છે.

એકાઉન્ટેબીલીટી કોર્ટે શુક્રવારે પનામા પેપર્સ કાંડ સાથે જોડાયેલા ત્રણ મામલાઓમાંથી એકમાં નવાઝ શરીફને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. જયારે આ જ મામલામાં એમની પુત્રી મરિયમને 7 વર્ષની કેદની સજા સંભળાવી છે.

નવાઝ અને મરિયમ શરીફ સિવાય મરિયમના પતિ સફદ્દરને પણ એક વર્ષની સજા સંભળાવી છે. આ ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રીના બે પુત્ર હસન અને હુસૈનને પણ કોર્ટે ભાગેડુ જાહેર કર્યા અને એમની વિરુદ્ધ આજીવન અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે.

લંડનમાં પોશ એવેનફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટોની માલિકી સાથે જોડાયેલા એવેનફિલ્ડ ભ્રષ્ટાચાર મામલે કોર્ટે ફેસલો સંભળાવ્યો છે.

આ પહેલા શરીફ પરિવારે નવાઝ શરીફ અને એમના પરિવાર પર ચાલી રહેલા ભ્રષ્ટાચારના મામલા પર થનારી સુનાવણી એક અઠવાડિયા પછી કરવાની અપીલ કરી હતી. પરંતુ કોર્ટે આ અપીલને ઠુકરાવી અને ફેસલો સંભળાવ્યો હતો.

અદાલતે 100 પાનાંના ફેસલામાં શરીફને એક કરોડ ડોલરનો ભારે દંડ ફટકાર્યો હતો. જયારે એમની પુત્રી મરિયમને 26 લાખ ડોલરનો દંડ ફટકાર્યો હતો. શરીફ અને એમના પરિવાર વિરુદ્ધ આ ફેસલો ચુંટણીના લગભગ 3 અઠવાડિયા પહેલા આવ્યો છે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 25 જુલાઈએ લોકસભાની ચુંટણી થવાની છે.

કોર્ટ દ્વારા સજા ફટકારાયા બાદ શરીફ પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે નવાઝ શરીફ પર પહેલાથી જ ચુંટણી લડવા પર પ્રતિબંધ લાગેલો છે. અને હવે એમની પુત્રી પર પણ ચુંટણી લડવા પર રોક લાગી શકે છે.

એમના વિરુદ્ધ ચાર મામલાઓ દખલ થયેલા છે.શરીફ પરિવાર તરફથી એમના વકીલે એકાઉન્ટેબીલીટી કોર્ટમાં અરજી કરીને એવેનફિલ્ડ ભ્રષ્ટાચાર મામલામાં ફેસલાની ઘોષણા એક અઠવાડિયા પછી કરવાની માંગ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

કોર્ટનો ફેસલો ટાળવા માટે શરીફ અને એમની પુત્રી મરિયમ દ્વારા દખલ કરવામાં આવેલી અરજીઓમાં વકીલે પૂર્વ પ્રધાનમંત્રીની પત્ની કુલસુમ નવાઝના ખરાબ સ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો હતો. જણાવી દઈએ કે શરીફની પત્નીને ગળાનું કેન્સર છે. અને બ્રિટનમાં એમનો ઈલાજ ચાલી રહ્યો છે.