બનાસકાંઠા,
બનાસકાંઠાના ડીસા જીઆઈડીસી પાસેના વિસ્તારમાં ખુલ્લામાં નાખેલો ફેકટરીનો વેસ્ટ ખાતા બે ગાયોના મોત થયા છે. મહત્વનું છે કે જીઆઈડીસીની ફેકટરીઓ દ્વારા તેમના વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી અને ફેકટરીઓ જીઆઈડીસીની બહાર ખુલ્લામાં નાખતા હોવાનું સામે આવ્યું છે.
તેના કારણે નિર્દોષ અબોલ પશુઓના મોત થયા છે. ફેકટરી માલિકની બેદરકારીને કારણે બે ગાયનો મોત થયા હોય તેવો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.
સ્થાનિકો દ્વારા ફેકટરીના વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
