Not Set/ વિશ્વવિખ્યાત સિંગર શકીરા પર લાગ્યો ૧૧૮ કરોડની ટેક્સ ચોરીનો આરોપ

કોલમ્બિયાની સિંગર, પરફોર્મર અને ડાન્સર શકીરા દુનિયાભરમાં ફેમસ છે. ‘ હીપ્સ ડોન્ટ લાય ‘ ગીતને લઈને તે દુનિયાભરમાં ફેમસ થઇ ગઈ હતી. પરંતુ હાલમાં શકીરાની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. સ્પેન દેશ દ્વારા શકીરાને ૧૪.૫ મિલિયન યુરો એટલે કે ૧૧૮ કરોડનો ટેક્સ ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૫માં બહામાસથી સ્પેનના બર્સીલોના શહેરમાં આવી હતી […]

World Trending Entertainment

કોલમ્બિયાની સિંગર, પરફોર્મર અને ડાન્સર શકીરા દુનિયાભરમાં ફેમસ છે. ‘ હીપ્સ ડોન્ટ લાય ‘ ગીતને લઈને તે દુનિયાભરમાં ફેમસ થઇ ગઈ હતી.

પરંતુ હાલમાં શકીરાની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. સ્પેન દેશ દ્વારા શકીરાને ૧૪.૫ મિલિયન યુરો એટલે કે ૧૧૮ કરોડનો ટેક્સ ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૧૫માં બહામાસથી સ્પેનના બર્સીલોના શહેરમાં આવી હતી અને અહિયાં જ રહેતી હતી.

આરોપ લગાવનાર આયોજકોનું કહેવું છે કે શકીરા વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૪ દરમ્યાન સ્પેનમાં જ રહેતી હતી. આ બે વર્ષ તે સ્પેનમાં રહી છે તો તેનો ટેક્સ પણ તેણે ભરવો જોઈએ જે હજુ સુધી તેણે ભર્યો નથી.

જો કે હજુ સુધી આ મામલે શકીરાનું કોઈ નિવેદન આવ્યું નથી. તેના એક નજીકના સૂત્રએ આ આરોપને ખોટા કહ્યા છે. તેમનું કહેવું છે કે જે સમયની વાત કરવામાં આવી રહી છે તે દરમ્યાન શકીરા સ્પેનમાં નહતી.

gerard pique, shakira

આરોપ લગાવનારનું કહેવું છે કે વર્ષ ૨૦૧૪-૨૦૧૪ દરમ્યાન તે પોતાના પાર્ટનર ફૂટબોલર ગેરાર્ડ પીક સાથે સ્પેનમાં રહેતી હતી અને પોતાના કામને લઈને ક્યારેક ક્યારેક તે દેશની બહાર જતી હતી.

આ મામલે યોગ્ય સબુત જોઇને મેજિસ્ટ્રેટ નક્કી કરશે કે શકીરા પર કાનૂની કાર્યવાહી કરવી કે નહી.

સ્પેનમાં ટેક્સને લઈને આવા છે નિયમ 

સ્પેન દેશમાં ટેક્સને લઈને ઘણા કડક નિયમો છે. નિયમો પ્રમાણે જો સ્પેનમાં કોઈ વ્યક્તિ ૬ મહિના કે ૧ વર્ષ માટે રહે છે તો તેને ટેક્સ ભરવો પડે છે. છેલ્લા ઘણા સમયમાં સ્પેનમાં ટેક્સ ચોરીના ઘણા હાઈ-પ્રોફાઈલ કેસ સામે આવ્યા છે. લીયોનેલ મેસી અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પર પણ ટેક્સ ચોરીના આરોપ લાગી ચુક્યા છે.