ચીનમાં એક આશ્ચર્યમાં મૂકી ડે તેવો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ ચેલેન્જ પૂરું કરવા માટે ૮ ઇંચ લાંબી ચમચી ગળી ગયો હતો.
ચીનની એક સ્થાનિક હોસ્પિટલના અધિકારીના કહેવા પ્રમાણે આ ચમચી આશરે ૧ વર્ષ સુધી આ માણસના ગળામાં અટકી ગઈ હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૭માં ઝાંગ નામના એક વ્યક્તિએ ચેલેન્જ માટે એક આખી ચમચી ગળી ગયો હતો જે એક વર્ષ સુધુ તેના ગળામાં ટકી ગઈ હતી. છેલ્લા કેટલાક મહિનાથી તેને છાતીમાં સોજો આવી ગયો હતો અને દર્દ પણ થઇ રહ્યું હતું. તે હોસ્પિટલ ગયો ત્યારે તેણે આખી ઘટના જણાવી.
આ વ્યક્તિની સારવાર કરનાર ડોકટરે કહ્યું હતું કે આવો કેસ મારી સામે પહેલી વાર આવ્યો છે. જે ઘણો ચોંકાવી દે તેવો છે. ૨ કલાકની મહેનત પછી ડોક્ટર દ્વારા આ ચમચી નીકાળવામાં આવી હતી. ડોક્ટરન જણાવ્યા પ્રમાણે આ સ્થિતિમાં હેમરેજ થવાની શક્યતા પણ વધી જાય છે. આવું જાનલેવા જોખમ નન ઉઠાવવું જોઈએ.
