Not Set/ દુનિયાભરમાં વર્ષ ૨૦૧૮માં ગૂગલ પર શું કરાયું છે સૌથી વધુ સર્ચ, સુંદર પિચાઈએ આપ્યો જવાબ

ગૂગલ એ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. આપણે સૌ કોઈ પણ વસ્તુની માહિતી મેળવવા માટે સૌથી પહેલા ગૂગલનો આશરો લઈએ છીએ. વર્ષ ૨૦૧૮ પૂરું થવાને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે તેવામાં ગૂગલ દ્વારા આ વર્ષમાં સૌથી વધારે સર્ચ કયો શબ્દ થયો છે તેની જાહેરાત કરવામાં આવી છે. In a year of ups […]

Top Stories World Trending Tech & Auto
sundar pichai google દુનિયાભરમાં વર્ષ ૨૦૧૮માં ગૂગલ પર શું કરાયું છે સૌથી વધુ સર્ચ, સુંદર પિચાઈએ આપ્યો જવાબ

ગૂગલ એ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. આપણે સૌ કોઈ પણ વસ્તુની માહિતી મેળવવા માટે સૌથી પહેલા ગૂગલનો આશરો લઈએ છીએ.

વર્ષ ૨૦૧૮ પૂરું થવાને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે તેવામાં ગૂગલ દ્વારા આ વર્ષમાં સૌથી વધારે સર્ચ કયો શબ્દ થયો છે તેની જાહેરાત કરવામાં આવી છે.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પોતાના એકાઉન્ટમાં આ શબ્દને લઈને એક વિડીયો શેર કર્યો છે. તેમણે દુનિયાભરમાં સૌથી વધારે કયો શબ્દ સર્ચ થયો છે તે આ વિડીયો દ્વારા જણાવ્યું છે.

#YearInSearch2018 હેશટેગ મારીને ૨ મિનીટનો વિડીયો શેર કરીને જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૮માં સૌથી વધારે સર્ચ કરાયેલો શબ્દ છે GOOD.

આ શબ્દ ધરાવતી અનેક વાક્ય સચનાઓને ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી છે. ગૂડ શબ્દ સૌથી વધારે સર્ચ કરાયેલ શબ્દોમાનો એક છે. યુટ્યુબમાં આ વિડીયોને ૪૦ લાખથી પણ વધારે વખત જોવાયો છે.