Not Set/ ૯ વર્ષના આ બાળકે ૧ મિનિટમાં ૧૦૮૦ વાર આવું કરીને બનાવ્યો ગીનીઝમાં રેકોર્ડ

ફ્લોરીડા ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં દર મહીને અવનવા રેકોર્ડ તૂટે છે અને બને છે. અમુક રેકોર્ડ જોતા તો આપણે સ્તબ્ધ થઇ જઈએ છીએ કે, શું આવું પણ થઇ શકે ! હાલમાં જ ૯ વર્ષના બાળકે જે રેકોર્ડ બનાવ્યો છે. તે વાંચીને તમે ચોક્કસથી હેરાન થઇ જશો. અમેરિકામાં ફ્લોરીડામાં રહેતો ૯ વર્ષનો સેવન વેડ એ માત્ર ૧ […]

World
c ૯ વર્ષના આ બાળકે ૧ મિનિટમાં ૧૦૮૦ વાર આવું કરીને બનાવ્યો ગીનીઝમાં રેકોર્ડ

ફ્લોરીડા

ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં દર મહીને અવનવા રેકોર્ડ તૂટે છે અને બને છે. અમુક રેકોર્ડ જોતા તો આપણે સ્તબ્ધ થઇ જઈએ છીએ કે, શું આવું પણ થઇ શકે !

હાલમાં જ ૯ વર્ષના બાળકે જે રેકોર્ડ બનાવ્યો છે. તે વાંચીને તમે ચોક્કસથી હેરાન થઇ જશો. અમેરિકામાં ફ્લોરીડામાં રહેતો ૯ વર્ષનો સેવન વેડ એ માત્ર ૧ મિનીટમાં ૧૦૮૦ વાર તાળી પાડીને  નવો રેકોર્ડ બનાવી દીધો છે. ૧ મિનિટ ઉંમરમાં તાળી પાડીને રેકોર્ડ બનાવવો એ કોઈ નાનીસુની વાત નથી.

જુઓ આ છે, વિડીયો કે જેમાં સેવન ૧ મિનિટમાં ૧૦૮૦ વાર તાળી પાડે છે :

સેવનના પિતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે સેવનએ એક વાર આવો વિડીયો જોયો હતો અને ત્યારથી મનમાં નક્કી કરી લીધુ હતું કે મારે આ રેકોર્ડને તોડવો છે. કહેવાય છે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી. આ રેકોર્ડને તોડવા માટે તે દરરોજ પ્રેક્ટીસ કરતો હતો. પહેલા સેવન ૧૫-૨૦ સેકંડ માટે પ્રેક્ટીસ કરતો હતો ત્યારબાદ રેકોર્ડ તોડવા એક મિનિટ સુધીની  પ્રેક્ટીસ ચાલુ કરી દીધી.