Not Set/ માનવ ઈતિહાસનું સૂર્ય તરફ પ્રથમ મિશન શરુ, જુલાઈમાં નાસા દ્વારા લોન્ચ કરાશે પહેલી ફ્લાઈટ

વોશિંગ્ટન, અમેરિકી સ્પેસ એજન્સી નાસા દ્વારા ચંદ્ર, મંગળ અને હવે સૂર્ય તરફ પોતાનું પ્રથમ શરુ કરવામાં આવી રહ્યું છે. નાસાના પાર્કર સોલાર પ્રોબ મિશનની તૈયારીઓ પોતાના અંતિમ ચરણોમાં પહોચી ચુકી છે. આ મિશનને ૩૧ જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે. યુએસ એરફોર્સના સ્પેસક્રાફટે ફ્લોરિડા માટે ઉડાન ભરી હતી જ્યાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે. Parker #SolarProbe has […]

World
નાસ્સ માનવ ઈતિહાસનું સૂર્ય તરફ પ્રથમ મિશન શરુ, જુલાઈમાં નાસા દ્વારા લોન્ચ કરાશે પહેલી ફ્લાઈટ
વોશિંગ્ટન,
અમેરિકી સ્પેસ એજન્સી નાસા દ્વારા ચંદ્ર, મંગળ અને હવે સૂર્ય તરફ પોતાનું પ્રથમ શરુ કરવામાં આવી રહ્યું છે. નાસાના પાર્કર સોલાર પ્રોબ મિશનની તૈયારીઓ પોતાના અંતિમ ચરણોમાં પહોચી ચુકી છે. આ મિશનને ૩૧ જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે. યુએસ એરફોર્સના સ્પેસક્રાફટે ફ્લોરિડા માટે ઉડાન ભરી હતી જ્યાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

પાર્કર સોલાર પ્રોબ માનવ ઈતિહાસનું સૂર્ય તરફ પ્રથમ મિશન છે. લોન્ચિંગ બાદ તે સૂર્યના વાતાવરણની કક્ષામાં પહોચી જશે, જેણે કોરોના કહેવામાં આવે છે.
નાસા દ્વારા સૂર્ય તરફ મોકલવામાં આવનારું આ યાન એવા વિસ્તારમાં જશે, જેણે માનવજાતિએ આ પહેલા તેને ક્યારેય પણ સંશોધન કર્યું નથી. આ મિશન એવા સવાલોના જવાબો પણ શોધવાનો પ્રયત્ન કરશે જેણે ૬ દાયકાથી વધુ સમયથી તેનું કોઈ નિરાકરણ આવ્યું  નથી.
આ યાનનું નામ અમેરિકાના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી યુજીન પાર્કરના નામે રાખવામાં આવ્યું છે. ૯૦ વર્ષના પાર્કરે ૧૯૫૮માં પહેલીવાર જણાવ્યું હતું કે અંતરિક્ષમાં સૌર તુફાન પણ છે.
નાસાના વૈજ્ઞાનિકો દ્વારા બતાવવામાં આવી રહ્યું છે કે, આ યાન પહેલા શુક્રની આસપાસ ચક્કર લગાવશે અને ત્યારબાદ સૂર્યની તરફ આગળ વધશે, આ દરમિયાન યાન મંગળની કક્ષામાં પણ પ્રવેશ કરશે.
અમેરિકી સ્પેસ એજન્સી નાસા દ્વારા આ મિશનમાં શામેલ થવા માટે સામાન્ય લોકોને પણ આમંત્રિત કર્યાં છે. મિશનમાં ભાગ લેવા માટે ઈચ્છુક વ્યક્તિઓએ નાસાની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન બાદ તમને એક સર્ટિફિકેટ મળશે જેણે લકી ડ્રોના આધાર પર વ્યક્તિની પસંદગી કરવામાં આવશે.
અમેરિકાની જોન હોકિંસ એપ્લાઇડ ફિઝીક્સ લેબના પ્રોજેક્ટ મેનેજર એન્ડી ડ્રાઈસમેને જણાવ્યું, “પાર્કર સોલાર પ્રોબ અને આ યાનને બનાવવા માટે દિવસ-રાત ખુબ મહેનત કરવાવાળી ટીમ માટે હજી ઘણા મિલના પથ્થર બાકી છે”.