એમેઝોનના સીઈઓ જૈફ બેઝોસની અત્યાર સુધીના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ અને ફોર્બ્સ બંનેએ પોતાની અરબપતિઓની યાદીમાં જેફ બેઝોસને સૌથી ઉપર રાખ્યા છે.
બ્લૂમબર્ગના અનુસાર બુધવાર સુધીની જૈફ બેઝોસની સંપત્તિ ૧૦૬ અરબ ડોલર પહોંચી ગયા છે, જયારે ફોર્બ્સે તેને ૧૦૫ અરબ ડોલર બતાવી છે.
આ અગાઉ આ રેકોર્ડ માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સના નામે હતો. ૧૯૯૯ માં તેમની કુલ સંપત્તિ ૧૦૦ અરબ ડોલર હતી.
જૈફ બેઝોસની મોટા ભાગની સંપત્તિ તેમના પાસે રહેલ એમેઝોનના ૭.૮૯ કરોડ શેરથી આવે છે. એમેઝોન (AMAZON) ના શેર ૨૦૧૭ માં લગભગ ૫૭ ટકા પર પહોંચી ગયા હતા.
બિલ ગેટ્સ અત્યારે પણ સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં બીજા સ્થાન પર રહેલ છે. તેમનું કુલ સંપત્તિ લગભગ ૯૨ અરબ છે.
