ગુજરાત/ આમોદના દારૂલ ઉલમમાં NIAના ધામા, કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ શરૂ

હૈદરાબાદમાં દેશ વિરોધી ગતિવિધિઓ તપાસ દરમિયાન ચોંકાવનારી હિટ મળતા રવિવારે મળસ્કેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA, એન્ટી ટેરિરિસ્ટ સ્કવોર્ડ ATS, IB દેશના ગુજરાત સહિત 6 રાજ્યોમાં 13 સ્થળોએ તપાસમાં જોતરાઈ છે. 

Top Stories Gujarat
m1 7 આમોદના દારૂલ ઉલમમાં NIAના ધામા, કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ શરૂ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​ISISની ગતિવિધિઓ સાથે જોડાયેલા છ રાજ્યોમાં શંકાસ્પદ લોકોના 13 સ્થળોની તપાસ કરી હતી. NIAની આ કાર્યવાહીમાં વાંધાજનક દસ્તાવેજો અને સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.  મધ્ય પ્રદેશમાં ભોપાલ અને રાયસેન જિલ્લાઓ; ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને અમદાવાદ જિલ્લાઓ, બિહારના અરરિયા જિલ્લો, કર્ણાટકના ભટકલ અને તુમકુર શહેર જિલ્લા, મહારાષ્ટ્રના કોલ્હાપુર અને નાંદેડ જિલ્લાઓ અને ઉત્તર પ્રદેશના દેવબંદ જિલ્લો ISIS પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. NIA દ્વારા 25 જૂન, 2022 ના રોજ IPCની કલમ 153A, અને 153B અને UA (P) એક્ટની કલમ 18, 18B, 38, 39 અને 40 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

યુપીના સહારનપુરમાં NIA અને ATSની ટીમની કાર્યવાહી
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રવિવારે સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને UP ATSએ દેવબંદમાં દરોડા પાડીને એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. તેણે જણાવ્યું કે શંકાસ્પદ યુવક મદરેસાના વિદ્યાર્થી છે. તે આઈએસ મોડ્યુલના સંપર્કમાં હતો. લાંબા સમયથી NIAના રડાર પર હતો. NIAની ટીમે આજે સવારે તેને મદરેસામાંથી જ પકડી પાડ્યો હતો. જોકે, સ્થાનિક પોલીસે હજુ સુધી NIAની કાર્યવાહીની પુષ્ટિ કરી નથી. યુપી એટીએસ અને એનઆઈએએ ગુપ્ત માહિતીના આધારે આ શંકાસ્પદ આતંકવાદીને પકડ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી સીરિયામાં થયેલા બોમ્બ વિસ્ફોટો સાથે પણ સંબંધિત છે. હાલ એટીએસ તેને પોતાની સાથે લઈ ગઈ છે.

ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને અમદાવાદ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં ATS અને NIAની ટીમના ધામા નાખી ભાગાતળવમાં વિસ્તારમાં શકમંદોની પુછપરછ કરવામાં આવી છે. એક શકમંદની પુછપરછ માટે લઇ ગઇ હતી. 2021ના કર્ણાટકના ISIS મોડ્યુલ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ ISIS સાથે જોડાયેલ શખ્સો ઝડપાયા હતા. જેમાં 4 શખ્સોની ધરપકડ કરી  હતી. જેમાં કર્ણાટક, તમિલનાડુ પોલીસ દ્વારા અલગ અલગ જ્ગ્યાએથી શખ્સોને ઝડપી પાડ્યા હતા.

તો ભરૂચના આમોદ અને કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આમોદ-આછોદ રોડ ઉપર આવેલી દારૂલ ઉલમમાંથી બે વ્યક્તિઓને તપાસ માટે પૂછપરછમાં લેવાયા હતા. આમોદના મૌલાના અમીન અને તેના પિતાની પૂછપરછ ચાલી રહી છે. ઇન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે એજન્સીઓ મળસ્કેથી ભરૂચને પણ ઘમરોળી રહી છે.  હૈદરાબાદમાં દેશ વિરોધી ગતિવિધિઓની તપાસ દરમિયાન હિટ મળતા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને UP માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

હૈદરાબાદમાં દેશ વિરોધી ગતિવિધિઓ તપાસ દરમિયાન ચોંકાવનારી હિટ મળતા રવિવારે મળસ્કેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA, એન્ટી ટેરિરિસ્ટ સ્કવોર્ડ ATS, IB દેશના ગુજરાત સહિત 6 રાજ્યોમાં 13 સ્થળોએ તપાસમાં જોતરાઈ છે. મળતી માહિતી મુજબ, NIA એ ISIS મોડ્યુલ કેસની પ્રવૃતિઓમાં 6 રાજ્યોમાં વિવિધ સ્થાનો ઉપર સર્ચ હાથ ધર્યું છે. જેમાં એટીએસ અને આઈ.બી. પણ જોડાઈ છે. સુરક્ષા એજન્સીઓએ ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારમાં 13 સ્થળો એ તપાસ રવિવારે મળસ્કેથી ધમધમાવી છે.

જેમાં ગુજરાતમાં ભરૂચના આમોદ, કંથારિયા, સુરત, નવસારી, અમદાવાદ, મધ્યપ્રદેશના ભોપાલ અને રાયસેન જિલ્લામાં, બિહારના અરરિયા જિલ્લો, મહારાષ્ટ્રના કોલ્હાપુર અને નાંદેડ જિલ્લો, કર્ણાટકમાં ભટકલ અને તુમકુર સિટી, UP માં દેવબંદ માં તપાસ ચાલી રહી છે હોવાની વિગતો સપાટી ઉપર આવી રહી છે. ગત 25 જુનના રોજ NIA દ્વારા IPC કલમ 153 એ અને બી , UP (P) એકટની કલમ 18, 18B, 38, 39 તેમજ 40 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આજે હાથ ધરવામાં આવેલા સર્ચમાં દસ્તાવેજો, સામગ્રી પણ જપ્ત કરાઈ હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે.

ભરૂચમાં સવારે 5 કલાકે એજન્સીઓએ આમોદ અને આછોદ રોડ ઉપર આવેલી દારૂલ ઉલમમાં ધામાં નાખ્યા હતા. આમોદ કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ શરૂ કરી હતી. આમોદના મૌલાના અમીન અને તેના પિતાની પૂછપરછ થઈ રહી હોવાની વિગતો હાલ બહાર આવી રહી છે. ઇન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે એજન્સીઓએ ભરૂચને ધમરોળ્યું હતું. અને એ માટે બે વ્યક્તિને પૂછતાછ માટે સાથે લઈ ગઈ હતી. સાથે જ કેટલાક ઉર્દુ સાહિત્યોની પણ તપાસ થઈ રહી હોવાના અહેવાલો બિનસત્તાવાર બહાર આવી રહ્યાં છે.

જુનાગઢ/ શિવાલયમાં ચઢાવેલ દૂધનો આ વયસ્ક આ રીતે કરે છે ઉપયોગ, જાણીને તમે પણ કરશો સલામ