Not Set/ બાહુબલી ફિલ્મની શિવગામી દેવી અનિલ કપૂર સંગ આપી ચુકી છે ઈન્ટીમેટ સીન

બાહુબલી ફિલ્મમાં મુખ્ય પાત્ર બાહુબલીની રાજમાતા શિવગામી દેવીનું કેરેક્ટર કરનાર રામ્યા કૃષ્ણન પોતાના સમયમાં અનિલ કપૂરની સાથે ફિલ્મમાં ઈન્ટીમેટ સીન આપી ચુકી છે. આ સીનમાં તમે રામ્યાને હોટ અવતારમાં જોઇ શકો છો. બાહુબલી અને બાદમાં આવેલી બાહુબલી 2 નામની બ્લોકબસ્ટર ફિલ્મની રાજમાતા શિવગામી દેવીની ભૂમિકા નિભાવનાર બોલિવુડ અભિનેત્રી રામ્યા કૃષ્ણન, અનિલ કપૂર જેવા સ્ટાર્સ સાથે […]

Uncategorized
ss09 બાહુબલી ફિલ્મની શિવગામી દેવી અનિલ કપૂર સંગ આપી ચુકી છે ઈન્ટીમેટ સીન

બાહુબલી ફિલ્મમાં મુખ્ય પાત્ર બાહુબલીની રાજમાતા શિવગામી દેવીનું કેરેક્ટર કરનાર રામ્યા કૃષ્ણન પોતાના સમયમાં અનિલ કપૂરની સાથે ફિલ્મમાં ઈન્ટીમેટ સીન આપી ચુકી છે. આ સીનમાં તમે રામ્યાને હોટ અવતારમાં જોઇ શકો છો.

shivgami bahubali 0201 બાહુબલી ફિલ્મની શિવગામી દેવી અનિલ કપૂર સંગ આપી ચુકી છે ઈન્ટીમેટ સીન

બાહુબલી અને બાદમાં આવેલી બાહુબલી 2 નામની બ્લોકબસ્ટર ફિલ્મની રાજમાતા શિવગામી દેવીની ભૂમિકા નિભાવનાર બોલિવુડ અભિનેત્રી રામ્યા કૃષ્ણન, અનિલ કપૂર જેવા સ્ટાર્સ સાથે પોતાના સમયમાં ઈન્ટીમેટ સીન આપી ચુકી છે. બાહુબલીમાં તેણે જે ગંભીર પાત્રની ભૂમિકા ભજવી તે પછી, તેના હોટ ફોટામાં વિશ્વાસ કરવો થોડો મુશ્કિલ છે. 1995 ની ફિલ્મ ત્રિમૂર્તિમાં વરસાદમાં અનિલ કપૂર સાથે રામ્યાએ એક હોટ સીન કર્યો હતો. આ ફિલ્મમાં તેને વેમ્પની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, જે તેણે સંપૂર્ણ રીતે શૂટ કર્યું હતું. આપને જણાવી દઇએ કે, અનિલ કપૂર રામ્યા કરતા 14 વર્ષ મોટો છે.

Related image

આ સીન ફિલ્મમાંથી હટાવવામાં આવ્યો હતો અને ફિલ્મમાં તેનુ નામ પણ દેખાયુ નહી. તેમ છતાં, આ દ્રશ્યની તસવીરો વાયરલ થઈ હતી. રામ્યાએ 13 વર્ષની વયે તમિલ ફિલ્મ ‘વેલાઇ મનસુ’થી બાળ કલાકાર તરીકેની શરૂઆત કરી હતી. તેણે અત્યાર સુધી 200 થી વધુ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે.

Image result for ramya krishnan with shahrukh khan

ચાર ફિલ્મફેર એવોર્ડ જીતનાર રામ્યા 1998 માં આવેલી ફિલ્મ ‘બડે મિયાં-છોટે મિયાં’માં અમિતાભ બચ્ચનની સાથે જોવા મળી હતી અને તેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. એટલું જ નહીં, રામ્યા શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ચાહતમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં બંને વચ્ચે રોમેન્ટિક સીન્સ પણ હતા. ફિલ્મનું ગીત ‘દિલ કી તનહાઈ’ રામ્યાનાં કારણે જ ફેમસ થયુ હતુ. 1993 ની ફિલ્મ પરંપરામાં રામ્યા વિનોદ ખન્નાની સામે જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.