વોશિંગ્ટન,
છેલ્લા કેટલાક સમયથી ફેસબુક ડેટા લીકનો મામલો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. બ્રિટનની કંપની કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા અમેરિકામાં યોજાયેલી ચૂંટણી દરમિયાન લીક કરવામાં આવેલા ૫ કરોડ યુઝરોના ડેટા લીક થવાના મામલે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ યુએસ કોંગ્રેસ સમક્ષ હાજર રહ્યા હતા.
આ દરમિયાન ઝુકરબર્ગે ત્યાં ઉપસ્થિત સેનેટર દ્વારા કરવામાં આવેલા તીખા સવાલો બાદ જણાવ્યું હતું કે, “તેઓએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી અને હું આ માટે માફી માંગુ છું. આ સમગ્ર મામલા માટે હું જવાબદાર છું અને ભવિષ્યમાં આવુ ક્યારેય નહીં થાય તેની બાહેદારી આપું છુ”.
We assure we will do our best to maintain the integrity of upcoming elections in India: Mark Zuckerberg pic.twitter.com/mqOTUe7ywW
— ANI (@ANI) April 10, 2018
After the 2016 election (US elections), our top priority was protecting the integrity of other elections around the world: Mark Zuckerberg, CEO, Facebook pic.twitter.com/3tjTFQq8Kx
— ANI (@ANI) April 10, 2018
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને સેનેટરો દ્વારા કરાયેલા એક સવાલના જવાબમાં તેઓએ કહ્યું, “૨૦૧૮માં યોજાનારી ચૂંટણી માટે આ વર્ષ ખુબ મહત્વપૂર્ણ છે. આ વર્ષે અમેરિકામાં મિડ ટર્મ ચુંટણી યોજાવવાની છે. સાથે સાથે ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ જેવા દેશોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે અમે ભરોસો આપીએ છીએ કે, અમે એ તમામ પગલા ભરીશું જેથી આ ચૂંટણી પ્રભાવિત ન થાય”.

આ ઉપરાંત ઝુકરબર્ગ દ્વારા ૨૦૧૮માં યોજાનારી ચૂંટણીને લઇ એક ફેસબુક પર એક પોસ્ટ પણ કરવામાં આવી છે. તેઓએ પોતાના પોસ્ટમાં જણાવ્યું, “કંપની દ્વારા આ મામલે અત્યારસુધી ઘણા પગલાઓ ઉઠાવવામાં આવ્યા છે અને આગળ પણ સખ્ત પગલા ઉઠાવી શકીએ છીએ. ઝુકરબર્ગે કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક મામલામાં પોતાની ભૂલ પણ સ્વીકારી છે”.
"It was my mistake, and I'm sorry," says #MarkZuckerburg, taking full responsibility for Facebook's #databreach. "I started #Facebook, I run it, and I'm responsible for what happens here."
Read @ANI Story | https://t.co/YffSleLcpm pic.twitter.com/khV2kvl73p
— ANI Digital (@ani_digital) April 10, 2018
યુએસ કોંગ્રેસમાં હાજર થયેલા ઝુકરબર્ગે સુનાવણીની શરૂઆતમાં જ માફી માંગી હતી. ફેસબુકના સીઈઓએ કહ્યું, ” મને દુઃખ છે કે ફેસબુક ડેટા લીક મામલાને પકડવામાં ધીમું સાબિત થયું. આ મારી ભૂલ છે. મને માફ કરી દો. મારા દ્વારા જ ફેસબુકની શરૂઆત કરવામાં આવી હતી, હું જ તેને ચાલવું છું અને જે પણ થયું છે તેના માટે હું જવાબદાર છું”.
મહત્વનું છે કે, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા અમેરિકામાં યોજાયેલી ચૂંટણી દરમિયાન લીક કરાયેલા ૫ કરોડ યુઝરોના ડેટાના મામલે અમેરિકી કોંગ્રેસ સમક્ષ હાજર રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત ૪૪ સેનેટરોએ તેઓને તીખા સવાલો પૂછ્યા હતા અને ઝુકરબર્ગે આ સવાલોના સહેજતાથી જવાબ આપ્યા હતા. આ પ્રશ્નોત્તરી દરમિયાન બે વાર બ્રેક લેવામાં આવી હતી. કેટલાક કઠિન સવાલોના જવાબ આપતા ઝુકરબર્ગ નર્વસ થયેલા પણ જોવા મળ્યા હતા.
