Technology/ ઈન્સ્ટાગ્રામે સ્ટોરીઝ માટે રજૂ કર્યું નવું ફિચર, જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી

ઈન્સ્ટાગ્રામએ સ્ટોરીઝ માટે કેપ્શન નામથી નવા સ્ટીકરનો વિકલ્પ રજૂ કર્યો છે. આ કેપ્શન સ્ટીકર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝની સ્પીચને ઓટોમોટેકી રીતે ટ્રાન્સ્ક્રાઈબ કરી લેશે. જેના કારણે વ્યુઅર્સને રિયલ ટાઈમ સબટાઈટલ દેખાશે. ઈન્સ્ટાગ્રામનું કેપ્શન ફીચર IGTV અને થ્રેડ્સ એપમાં પહેલેથી જ હતું. હવે ઈન્સ્ટાગ્રામે આ ફિચરને સ્ટીરોઝ અને રીલ્સ માટે રજૂ કર્યું છે. આ ફિચરને બે રીતે ઉપયોગમાં […]

Tech & Auto
Untitled 78 ઈન્સ્ટાગ્રામે સ્ટોરીઝ માટે રજૂ કર્યું નવું ફિચર, જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી

ઈન્સ્ટાગ્રામએ સ્ટોરીઝ માટે કેપ્શન નામથી નવા સ્ટીકરનો વિકલ્પ રજૂ કર્યો છે. આ કેપ્શન સ્ટીકર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝની સ્પીચને ઓટોમોટેકી રીતે ટ્રાન્સ્ક્રાઈબ કરી લેશે. જેના કારણે વ્યુઅર્સને રિયલ ટાઈમ સબટાઈટલ દેખાશે.

ઈન્સ્ટાગ્રામનું કેપ્શન ફીચર IGTV અને થ્રેડ્સ એપમાં પહેલેથી જ હતું. હવે ઈન્સ્ટાગ્રામે આ ફિચરને સ્ટીરોઝ અને રીલ્સ માટે રજૂ કર્યું છે. આ ફિચરને બે રીતે ઉપયોગમાં લઈ શકાય છે. પ્રથમ કેપ્શન સ્ટીકરનો ઉપયોગ કરીને.

આમ કરવા માટે તમારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરવા માટે એક વીડિયોને પસંદ કરવો પડશે. એને શેર કર્યા પહેલા પ્રીવ્યુ પેજ પર જઈ સ્ટીકરના વિકલ્પમાં કેપ્શન બટન પર ક્લિક કરી પોતાની સ્ટોરી શેર કરી દો.

આ કેપ્શન તમારા વીડિયોના ઓડિયોનું ટ્રાન્સ્ક્રાઈબ કરશે. સાથે જ યુઝર કલરને એડિટ કરવા માટે પણ ટ્રાન્સ્ક્રિપ્ટ પર જઈ ટેપ કરી શકાય છે. આના માટે ટોપથી લઈ કલર પિકર પર સિલેક્ટ કરવાનું રહેશે.

કેપ્શનને પોતાની સ્ટોરીમાં ઉપયોગમાં લેવા માટે અન્ય વિકલ્પ તરીકે ઈન્સ્ટાગ્રામ એપમાં સેટિંગમાં જઈ ઓટોમેટિક વીડિયો કેપ્શન સેટ કરવાનું રહેશે. આવું કરવા માટે યુઝરે મેઈન ઈન્સ્ટાગ્રામ સ્ક્રીન પર રહેલા ત્રણ ડોટ બટન પર ક્લિક કરી મેન્યુમાં જઈ સ્ટોરી સેટીંગમાં દાખલ થઈ ઓટો જનરેટેડ કેપ્શનને ઓન કરવાનું રહેશે.

ઈન્સ્ટાગ્રામ કેપ્શન ફીચર માટે હાલમાં માત્ર ઈંગ્લીશ ભાષા જ સપોર્ટ કરશે. હાલમાં તેને ઈંગ્લીશ સ્પીકીંગ દેશોમાં જ ઉપલબ્ધ કરાવાયું છે. આશા છે કે જલદી તેને અન્ય ભાષાઓ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.