
દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ આઈફોનની ૧૦ મી વર્ષગાંઠ પર આઈફોન ૮, આઈફોન ૮ પ્લસ અને આઈફોન એક્સ લોન્ચ કરશે. આઈફોન 8 માં બેજેલ લેસ ડિસ્પ્લે હશે. જેમાં OLED ડિસ્પ્લે ઉપલબ્ધ છે. જયારે iPhone X એ કંપની માટે આ વર્ષનું ફ્લેગશિપ મૉડલ હશે.

આગામી એપલ આઇફોનની કિંમત હાલ સુધીના એપલની ઇતિહાસમાં સૌથી વધુ હશે. એટલે કે આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચાળ ફોન હશે. તેના પ્રારંભિક કિંમત લગભગ 1,000 ડોલરની આસપાસ માનવામાં આવી રહી છે જયારે તેના ટોચના વેરિઅન્ટની કિંમત 1,500 ડોલર સુધી જઈ શકે છે.

ફિચર્સની વાત કરો તો આઇફોન માં નવી ફ્રન્ટ ફેસિંગ, 3 ડી સેન્સર્સ મળી શકે છે. આ ફીચરથી યુઝર 3D ઇમોજી બનાવી શકશે. આ ઉપરાંત તેમાં 6 કોર, સ્માર્ટ પાવર બટન, વાયરલેસ ચાર્જિંગ અને ડાયનેમિક સ્ટેટસ બારજેવા ફિચર્સ પણ સામેલ છે. ડિસ્પ્લે રિઝોલ્યુશનને વધુ સારી બનાવવા માટે નવા ફોનમાં 2436 x 1125 પિક્સેલ ડિસ્પ્લે મળશે. ઉત્તમ ડિસ્પ્લે માટે આઇફોન 8 ની આઇપેડ પ્રોની ટ્રુ ટૉન ડિસ્પ્લેથી અપગ્રેડ કરવામાં આવી છે જેથી શ્રેષ્ઠ રંગ એક્વેર્યુએશન મળી શકે.
