Not Set/ IPL ને લઇને થયુ મોટું એલાન, હવે આ તારીખથી શરૂ થશે ટૂર્નામેન્ટ

IPL ફેન માટે એક સારા સમાચાર આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગનાં અધ્યક્ષ બ્રિજેશ પટેલે પુષ્ટિ આપી છે કે આ લીગ 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર દરમિયાન યોજાશે. પટેલે કહ્યું કે, “અમે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ અને અમે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બરની વચ્ચે લીગનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. અમે ફ્રેન્ચાઇઝીઓને પણ આ બાબતે જાણ […]

Uncategorized
0978a768d6f3295e370fcbe829b5d098 IPL ને લઇને થયુ મોટું એલાન, હવે આ તારીખથી શરૂ થશે ટૂર્નામેન્ટ

IPL ફેન માટે એક સારા સમાચાર આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગનાં અધ્યક્ષ બ્રિજેશ પટેલે પુષ્ટિ આપી છે કે આ લીગ 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર દરમિયાન યોજાશે. પટેલે કહ્યું કે, “અમે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ અને અમે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બરની વચ્ચે લીગનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. અમે ફ્રેન્ચાઇઝીઓને પણ આ બાબતે જાણ કરી છે.”

db88a0fe092488e30b72eb2c7be166a4 IPL ને લઇને થયુ મોટું એલાન, હવે આ તારીખથી શરૂ થશે ટૂર્નામેન્ટ

આ વિંડો અંગે હજી થોડી ચર્ચા થઈ શકે છે, કારણ કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ 15 સપ્ટેમ્બર સુધી ઇંગ્લેન્ડમાં રમાનારી શ્રેણીમાં વ્યસ્ત રહેશે, જેનો અર્થ એ કે તેઓ તેમની ફ્રેન્ચાઇઝીની શરૂઆતી કેટલીક મેચો નહીં રમી શકે. જોકે પટેલે કહ્યું હતું કે, આ કોઈ મુદ્દો નથી અને આવતા અઠવાડિયે ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવશે. પટેલે કહ્યું, “આ સમસ્યા ન હોવી જોઈએ. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા શ્રેણી 15 સપ્ટેમ્બરનાં રોજ સમાપ્ત થઈ રહી છે. અમે તેમને અહીં સીધા દુબઇથી બોલાવીશું. આવતા અઠવાડિયે ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આખરી ઓપ આપવામાં આવશે.”

25bf59a469d1831716c7f45ab2b04211 IPL ને લઇને થયુ મોટું એલાન, હવે આ તારીખથી શરૂ થશે ટૂર્નામેન્ટ

સત્તાવાર જાહેરાત આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ કરવામાં આવશે, પરંતુ બીસીસીઆઈએ પણ ફ્રેન્ચાઇઝીની જેમ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં લીગની આગામી સંસ્કરણ માટે વ્યૂહાત્મક વ્યૂહરચના ઘડવાનું શરૂ કર્યું છે. લીગ માટેની તૈયારીઓ કેવી ચાલી રહી છે તે જોવા માટે આઇપીએલ ટીમો ઉપરાંત બીસીસીઆઈની લોજિક્સટિક્સ, ઓપરેશન ટીમો પણ દુબઇ, અબુ ધાબી અને શારજાહની પણ મુલાકાત લેશે. જો યુએઈની એરલાઇન શરૂ નહીં થાય તો ત્યાં જવા માટે ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરવામાં આવશે. આઇસીસીએ સોમવારે કોવિડ –19 ને કારણે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપને મુલતવી રાખ્યો છે જેના કારણે આઇપીએલની 13 મી સીઝનનો માર્ગ ખુલી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન