Not Set/ IPL વિના ક્રિકેટ કેલેન્ડર રાખવાનો કોઇ અર્થ નથી : જોન્ટી રોડ્સ

દક્ષિણ આફ્રિકાનાં ભૂતપૂર્વ ક્રિકેટર અને વિશ્વનાં સૌથી ચપળ ફિલ્ડર ગણાતા જોન્ટી રોડ્સ કહે છે કે ક્રિકેટ કેલેન્ડર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અર્થ વિનાનુ છે. તેણે કહ્યું કે તે મનાવી રહ્યો છે કે આઇપીએલ 2020 રમી શકાય. આઈપીએલ આ વર્ષે 29 માર્ચથી શરૂ થવાનુ હતું, પરંતુ કોવિડ-19 રોગચાળાનાં કારણે તેને અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવુ પડ્યુ. […]

Uncategorized
16c318eb04bd311d99725a4ca61947f3 IPL વિના ક્રિકેટ કેલેન્ડર રાખવાનો કોઇ અર્થ નથી : જોન્ટી રોડ્સ

દક્ષિણ આફ્રિકાનાં ભૂતપૂર્વ ક્રિકેટર અને વિશ્વનાં સૌથી ચપળ ફિલ્ડર ગણાતા જોન્ટી રોડ્સ કહે છે કે ક્રિકેટ કેલેન્ડર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અર્થ વિનાનુ છે. તેણે કહ્યું કે તે મનાવી રહ્યો છે કે આઇપીએલ 2020 રમી શકાય. આઈપીએલ આ વર્ષે 29 માર્ચથી શરૂ થવાનુ હતું, પરંતુ કોવિડ-19 રોગચાળાનાં કારણે તેને અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવુ પડ્યુ. રોડ્સે કહ્યું કે ક્રિકેટની આર્થિક સ્થિતિ માટે આઈપીએલ પણ મહત્વપૂર્ણ છે.

સ્પોર્ટસકિડા પર તેણે કહ્યું હતું કે, “જો ખેલાડીઓ આઈપીએલમાં વિદેશથી આવે છે, તો તેઓને ક્વોરન્ટાઇન કરવામાં આવે, ટીમનું ટેસ્ટિંગ કરવામાં આવે. પરંતુ ચાહકો ફક્ત ભારતનાં જ હશે. વળી વિશ્વકપમાં અન્ય ટીમોનાં ચાહકો પણ મેચ જોવા માટે આવશે. આવી સ્થિતિમાં ટુર્નામેન્ટનું આયોજન કરવું ખૂબ મુશ્કેલ લાગે છે. ઓલિમ્પિક ગેમ્સ મુલતવી રાખવામાં આવી છે. હાલનાં સંજોગો જોતા મને લાગે છે કે ટી​​-20 વર્લ્ડ કપ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આઈપીએલ ખેલાડીઓની આર્થિક પરિસ્થિતિ અને ભવિષ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે.

રોડ્સે કહ્યું, ‘વિશ્વનાં શ્રેષ્ઠ ક્રિકેટરો તેમાં ભાગ લે છે. મારા માટે, આઇપીએલ વિના ક્રિકેટ કેલેન્ડર રાખવાનો કોઈ અર્થ નથી. હું આશા રાખું છું કે આ વર્ષનાં અંત સુધીમાં પરિસ્થિતિમાં સુધારો થશે અને અમે આશા રાખીએ છીએ કે આઈપીએલ થતુ જોઇ શકીએ. હાલમાં, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) પણ આઇપીએલ માટે વિંડો શોધી રહી છે. બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સંકેત આપ્યો છે કે જરૂર પડશે તો આઈપીએલ ભારતની બહાર પણ યોજવામાં આવી શકે છે. શ્રીલંકા અને યુએઈ પહેલાથી જ આઈપીએલનું આયોજન કરવાની ઓફર કરી ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.