Not Set/ IPL 12 : ચેન્નઇ અને મુંબઇ વચ્ચે થશે ફાઈનલ જંગ, કોણ જીતશે મુકાબલો રહેશે રસપ્રદ

આઇપીએલની બે મજબૂત ટીમ મુંબઇ અને ચેન્નઇ આજે ફાઈનલમાં આઇપીએલ ટ્રોફી જીતવા ઉતરશે. રાત્રે 8 વાગ્યે હૈદરાબાદથી લાઇવ મેચ શરૂ થશે. જ્યા એક તરફ મુંબઇ ફાઈનલમાં પહોચવા માટેની પ્રબળ દાવેદાર હતુ, તો બીજી તરફ ચેન્નઇ દિલ્હીને હરાવી ફાઈનલમાં પહોચી ગયુ છે. ચેન્નઇ, મુંબઇ સામે આ સીઝનમાં ત્રણ વખત હાર્યુ છે, તે હારનો બદલો લેવા મેદાનમાં […]

Uncategorized
dc Cover bd8cche9d3oan57kp4ouv9aem1 20180214210516.Medi IPL 12 : ચેન્નઇ અને મુંબઇ વચ્ચે થશે ફાઈનલ જંગ, કોણ જીતશે મુકાબલો રહેશે રસપ્રદ

આઇપીએલની બે મજબૂત ટીમ મુંબઇ અને ચેન્નઇ આજે ફાઈનલમાં આઇપીએલ ટ્રોફી જીતવા ઉતરશે. રાત્રે 8 વાગ્યે હૈદરાબાદથી લાઇવ મેચ શરૂ થશે. જ્યા એક તરફ મુંબઇ ફાઈનલમાં પહોચવા માટેની પ્રબળ દાવેદાર હતુ, તો બીજી તરફ ચેન્નઇ દિલ્હીને હરાવી ફાઈનલમાં પહોચી ગયુ છે. ચેન્નઇ, મુંબઇ સામે આ સીઝનમાં ત્રણ વખત હાર્યુ છે, તે હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે તો મુંબઇ જીતનાં સીલસીલાને આગળ વધારવાનો પ્રયત્ન કરવા ઉતરશે.

MI vs CSK Head to Head Record IPL 12 : ચેન્નઇ અને મુંબઇ વચ્ચે થશે ફાઈનલ જંગ, કોણ જીતશે મુકાબલો રહેશે રસપ્રદ

મુંબઇની ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચાર વખત ફાઈનલમાં રમી ચુક્યુ છે. જેમા ત્રણ આ વખત આઇપીએલ ટ્રોફી તે પોતાના નામે કરી શક્યુ છે. ચેન્નઇની ટીમ અત્યાર સુધીમાં 8 વખત ફાઈનલમાં આવ્યુ છે. વચ્ચે બે વર્ષ ચેન્નઇ પર બેન રહ્યુ પરંતુ વાપસી કરતા ગત વર્ષ ચેન્નઇએ આઇપીએલ ટ્રોફી જીતી પોતાનો દમખમ બતાવ્યો હતો. છેલ્લી ૧૧ સિઝનમાં બંને ટીમો ૩-૩ વખત ચેમ્પિયન બની ચૂકી છે. ફાઇનલ મુકાબલો હૈદરાબાદનાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાંજે ૭:૩૦ કલાકથી શરૂ થશે. મુંબઈની ટીમને લગભગ પાંચ દિવસનો આરામ મળી ચૂક્યો છે. વળી બીજી તરફ ધોનીની ટીમને માત્ર એક દિવસ આરામ મળ્યો છે.

Mumbai Chennai 784x441 1 IPL 12 : ચેન્નઇ અને મુંબઇ વચ્ચે થશે ફાઈનલ જંગ, કોણ જીતશે મુકાબલો રહેશે રસપ્રદ

ટૂર્નામેન્ટમાં મુંબઈની ટીમ ફાઇનલમાં પહોંચનાર પ્રબળ દાવેદાર ટીમોમાંની એક હતી. વર્તમાન ટૂર્નામેન્ટમાં તેણે મંગળવારનાં ક્વોલિફાયર-૧ મુકાબલા સહિત ત્રણ વખત ચેન્નઈને પરાજય આપ્યો છે. બંને ટીમો ઘણી વખત ફાઇનલમાં પહોંચી ચૂકી છે અને ટાઇટલ પણ પોતાના નામે કર્યા છે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈની ટીમ પોતાની આઠમી ફાઇનલ રમી રહી છે. તેના માટે આ સિઝન સારી રહી હતી. વળી મુંબઇ આ મેચ જીતી આઇપીએલ ટ્રોફીને ચોથી વખત પોતાના નામે કરવાનમો પૂરો પ્રયત્ન કરશે.