Not Set/ IPL 2019: રોમાંચક મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઇને માત્ર 1 રને હરાવ્યું

પાર્થિવ પટેલની 53 રનની અર્ધશતકીય પારીના સહારે બેંગ્લોરે રવિવારે આઇપીએલ ટી-20ના 39 માં મેચમાં ચેન્નાઇને 1 રનથી હરાવીને રોમાંચક જીત હાંસલ કરી છે. ટોસ હારીને પહેલી બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નાઇએ 8 વિકેટ ગુમાવીને 160 રન જ બનાવી શકી હતી અને હાથમાં રહેલી બાજી […]

Sports

પાર્થિવ પટેલની 53 રનની અર્ધશતકીય પારીના સહારે બેંગ્લોરે રવિવારે આઇપીએલ ટી-20ના 39 માં મેચમાં ચેન્નાઇને 1 રનથી હરાવીને રોમાંચક જીત હાંસલ કરી છે. ટોસ હારીને પહેલી બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નાઇએ 8 વિકેટ ગુમાવીને 160 રન જ બનાવી શકી હતી અને હાથમાં રહેલી બાજી હારી ગઇ હતી. ચેન્નાઇની ટીમ તરફથી સૂકાની એમ એસ ધોનીએ 48 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા.

બેંગ્લોર તરફથી ડેલ સ્ટેન અને ઉમેશ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ચહલ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ ઝડપી હતી. મહત્વપૂર્ણ અર્ધશતકીય પારી માટે વિકેટકીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.

બેંગ્લોરની આ સતત બીજી જીત છે. આ સાથે જ વિરાટ કોહલીના સૂકાનીપદ હેઠળ બેંગ્લોર 6 અંક મેળવી ચૂકી છે અને તે પ્લેઓફમાં પહોંચે તેવી શક્યતા વધી છે. જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ આ હાર બાદ પણ 14 અંકો સાથે પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે.