Not Set/ IPL 2019: કોલકાતાને લગાવ્યો જીતનો ચોગ્ગો, રાજસ્થાનને હરાવીને પહોંચ્યું ટોપમાં

ક્રિસ લિન (50) અને સુનીલ નરેન (47) ની શાનદાર ઇનિંગના સહારે બે વાર ચેમ્પિયન રહેલી કોલકાતાએ આઇપીએલની 21 મી મેચમાં રાજસ્થાનને હરાવીને જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. આ જીતની સાથે જ કોલકાતા પોઇન્ટ ટેબલમાં 8 અંકોની સાથે ટોચ પર પહોંચી ચૂકી છે. બીજી તરફ રાજસ્થાનની ચોથી હાર થવા સાથે તે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્થાન પર […]

Uncategorized
1111111 IPL 2019: કોલકાતાને લગાવ્યો જીતનો ચોગ્ગો, રાજસ્થાનને હરાવીને પહોંચ્યું ટોપમાં

ક્રિસ લિન (50) અને સુનીલ નરેન (47) ની શાનદાર ઇનિંગના સહારે બે વાર ચેમ્પિયન રહેલી કોલકાતાએ આઇપીએલની 21 મી મેચમાં રાજસ્થાનને હરાવીને જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. આ જીતની સાથે જ કોલકાતા પોઇન્ટ ટેબલમાં 8 અંકોની સાથે ટોચ પર પહોંચી ચૂકી છે. બીજી તરફ રાજસ્થાનની ચોથી હાર થવા સાથે તે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્થાન પર છે.

ટોસ હારીને પહેલી બેટિંગ કરનાર રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 139 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 13.5 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. કોલકાતા તરફથી રોબિન ઉથપ્પા 26 અને શુભમન ગિલ 2 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા.

મેન ઓફ ધ મેચ – હૈરી ગર્ને

આ મેચમાં ઘાતક બોલિંગ માટે ડેબ્યુ બોલર હૈરી ગર્નેને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. તેને 4 ઓવરમાં 9 ડોટ બોલ સાથે 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

રાજસ્થાનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાને સુનીલ નારિનના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. જો કે નરેને 25 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 47 રનની વિસ્ફોટક બેટિંગ કરી હતી. પહેલી વિકેટ માટે નરેન અને ક્રિસ લિન વચ્ચે 91 રનની ભાગીદારી નોંધાઇ હતી.

ત્યારબાદ કોલકાતાએ 10.5 ઓવરમાં બીજી વિકેટ ગુમાવી હતી. ક્રિસ લિને 32 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 50 રનની અર્ધશતક પારી રમી હતી.

તે પહેલા રાજસ્થાનને સ્ટીવ સ્મિથની 73 રનની શાનદાર પારીને સહારે કોલકાતા સામે 140 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. સ્મિથે 59 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની વિસ્ફોટક બેટિંગ સાથે 73 રન ફટકાર્યા હતા.

પહેલા બેટિંગમાં આવેલી રાજસ્થાનની ટીમને સૂકાની અજિંક્ય રહાણેના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. બીજી ઓવરની પહેલી બોલમાં પ્રસિદ્વ કૃષ્ણાએ રહાણને એલડબલ્યુડી આઉટ કરીને ડગઆઉટનો રસ્તો દેખાડ્યો હતો.

રહાણે આઉટ થયા બાદ બટલને સ્મિથ સાથે મળીને પારીને સંભાળી હતી અને સ્કોરને 70 ની પાર પહોંચાડ્યો હતો. જો કે 12મી ઓવરની 5મી બોલમાં હૈરી ગર્નેએ જોસ બટલરને શુભમન ગિલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. બટલરે 34 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. બીજી વિકેટ માટે બટલર-સ્મિથ વચ્ચે  72 રનની ભાગીદારી થઇ હતી.

15.4 ઓવરમાં હૈરી ગર્નેએ રાજસ્થાનને ત્રીજો ઝટકો આપ્યો હતો. રાહુલ ત્રિપાઠી 6 રન બનાવીને આઉટ થયો હતો. સ્મિથની સાથે બેન સ્ટોક્સ 7 રન બનાવીને નાબાદ રહ્યો હતો.

બંને ટીમ

રાજસ્થાન રોયલ્સની ટીમ: અજિંક્ય રહાણે, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, રાહુલ ત્રિપાઠી, બેન સ્ટોક્સ, પ્રશાંત ચોપરા, કે ગૌથમ, જોફરા આર્ચર, શ્રેયસ ગોપાલ, ધવલ કુલકર્ણી અને સુધેશન મીંઢુંન

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ: ક્રિસ લિન, સુનિલ નારાયણ, રોબિન ઉથપ્પા, નીતીશ રાણા, દિનેશ કાર્તિક, શુભમન ગિલ, આન્દ્રે રસલ, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, હેરી ગર્ની અને પ્રસિદ્ધ કૃષ્ણ