Not Set/ IPL 2019: કોલકાતાને 5 વિકેટે હરાવી પ્લેઓફમાં પહોંચી ચેન્નાઇ, રૈનાની 58 રનની આક્રમક ઇનિંગ

સુરેશ રૈનાની 58 રનની અણનમ અર્ધશતકીય પારી અને ઇમરાઇ તાહિરની 4 વિકેટની ઘાતક બોલિંગના સહારે ચેન્નાઇએ રવિવારે ઇડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં કોલકાતાને 3 વિકેટે મ્હાત આપી હતી. કોલકાતાએ પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં ચેન્નાઇની સામે 8 વિકેટના નુકસાન પર 162 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. Oh what a win for the @ChennaiIPL 🙌🙌#KKRvCSK pic.twitter.com/Vpi45RAEHo— IndianPremierLeague (@IPL) […]

Uncategorized
Raina IPL 2019: કોલકાતાને 5 વિકેટે હરાવી પ્લેઓફમાં પહોંચી ચેન્નાઇ, રૈનાની 58 રનની આક્રમક ઇનિંગ

સુરેશ રૈનાની 58 રનની અણનમ અર્ધશતકીય પારી અને ઇમરાઇ તાહિરની 4 વિકેટની ઘાતક બોલિંગના સહારે ચેન્નાઇએ રવિવારે ઇડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં કોલકાતાને 3 વિકેટે મ્હાત આપી હતી. કોલકાતાએ પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં ચેન્નાઇની સામે 8 વિકેટના નુકસાન પર 162 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.

ચેન્નાઇની આ જીતમાં સુરેશ રૈના અને સ્પિનર ઇમરાન તાહિરે સૌથી અગત્યની ભૂમિકા નિભાવી હતી. રૈનાએ 42 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 58 રનની પારી રમી હતી. જ્યારે તાહિરે 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. તે સિવાય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ 17 બોલમાં 31 રન બનાવ્યા હતા.

કોલકાતાની પારી

કોલકાતાની ટીમે પહેલી બેટિંગ કરતા ક્રિસ લિનની 82 રનની તોફાની બેટિંગના દમ પર ચેન્નાઇ સામે 162 રનનું લક્ષ્યાંક રાખ્યું હતું. પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતાએ ચેન્નાઇ સામે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી કુલદીપ યાદવ 0 અને પીયુષ ચાવલા 5 રન સાથે અણનમ રહ્યા હતા.

બંને ટીમ

કોલકાતા: સુનીલ નારાયણ, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, નિતીશ રાણા, દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, શુભમન ગિલ, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, પ્રસીદ્વ કૃષ્ણા, હૈરી ગર્ની.

ચેન્નાઇ: શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેદાર જાધવ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, મિચેલ સેંટનર, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, ઇમરાન તાહિર