Not Set/ IPL 2019: બટલરની તોફાની બેટિંગથી મુંબઇ ઘુંટણીયે, રોયલ્સની 4 વિકેટથી શાનદાર જીત

જોશ બટલરની 89 રનની આક્રમક પારીના સહારે રાજસ્થાન રોયલ્સે આઇપીએલ સીઝન 12ના 27 મા મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સને તેના જ હોમગ્રાઉન્ડ પર 4 વિકેટથી હરાવ્યું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ લેનારી મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. 188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે 19.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને […]

Uncategorized
Butler 3 IPL 2019: બટલરની તોફાની બેટિંગથી મુંબઇ ઘુંટણીયે, રોયલ્સની 4 વિકેટથી શાનદાર જીત

જોશ બટલરની 89 રનની આક્રમક પારીના સહારે રાજસ્થાન રોયલ્સે આઇપીએલ સીઝન 12ના 27 મા મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સને તેના જ હોમગ્રાઉન્ડ પર 4 વિકેટથી હરાવ્યું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ લેનારી મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. 188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે 19.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. રાજસ્થાન તરફથી જોશ બટલરે સર્વાધિક 89 રનની આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. બટલરે માત્ર 43 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 89 રન બનાવ્યા હતા. તે સિવાય અજિક્ય રહાણેએ 37 રન બનાવ્યા હતા.

મુંબઇ ઇન્ડિયન્સની પારી

ક્વિંટન ડી કોકની 81 રનની શાનદાર બેટિંગ બાદ હાર્દિક પંડ્યાની આક્રમક પારીના દમ પર મુંબઇ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 188 રનનો પડકાર આપ્યો હતો. શાનદાર શરૂઆત બાદ વચ્ચેના ઓવરોમાં વિકેટ પડવાને કારણે રનરેટમાં ઘટાડો થયો હતો, જો કે હાર્દિક પંડ્યાએ 11 બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી અણનમ 28 બનાવીને ટીમને સન્માનજનક સ્કોરે પહોંચાડી હતી. ગત મેચમાં ઇજાગ્રસ્ત થવાને કારણે બહાર રહેલા રોહિત શર્માએ આ મેચમાં કમબેક કરતા 32 બોલમાં 47 રન ફટકાર્યા હતા.

મુંબઇ ઇન્ડિયન્સને સૂકાની રોહિતી શર્મા અને ક્વિંટન ડિ કોકે સારી શરૂઆત અપાવી હતી. આ બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 96 રનોની ભાગીદારી થઇ હતી. જો કે ત્યારબાદ રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયો હતો.

ત્યારબાદ સૂર્યકુમાર યાદવ 16 રન પર પેવેલિયન ભેગો થયો હતો ત્યારબાદ 17માં ઓવરમાં કીરોન પોલાર્ડ (6), ક્વિંટન ડિ કોક (81), ઇશાન કિશન (5) રન બનાવીને આઉટ થયા હતા. મુંબઇ ઇન્ડિયન્સના સૂકાની તરીકે રોહિત શર્મા હવે 100 મેચ રમી ચૂક્યા છે જેમાં હવે બંધ થઇ ચૂકેલી ચેમ્પિયન્સ લીગ ટી-20ના મેચ પણ સામેલ છે. આ મેચમાં મુંબઇ 200 મેચ રમનારી આઇપીએલની પ્રથમ ટીમ બની છે. આ રેકોર્ડ મુંબઇએ તેના નામે કર્યો છે.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો

રાજસ્થાન રોયલ્સના સૂકાની અજિકંય રહાણે ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇ ઇન્ડિયન્સમાં રોહિત શર્માએ ઇજા બાદ વાપસી કરી હતી. તેને ટીમમાં સિદ્વેશ લાડની જગ્યાએ લેવામાં આવ્યો હતો. આ મેચમાં રાજસ્થાનની ટીમમાં બે બદલાવ થયા હતા. ચોટિલ બેન સ્ટોક્સના સ્થાન પર લિયામ લિવિંગસ્ટોન અને રિયાન પરાગના સ્થાન પર કૃષ્ણપ્પા ગૌતમને તક અપાઇ હતી. લિવિંગસ્ટોને આ મેચમાં ડેબ્યુ કરીને ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.