Not Set/ IPL 2020/ આજે CSK vs SRH ની થશે ટક્કર, ધોની કરી શકે છે ટીમમાં મોટો ફેરફાર

  ચેન્નાઈ સુપર કિંગ્સનાં બેટ્સમેન અંબાતી રાયડુએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ પછી રાયડુ હેમસ્ટ્રિંગને કારણે બે મેચ રમી શક્યો નહીં અને ટીમ સતત બે મેચ હારી ગઈ હતી. વળી ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો પણ પ્રથમ ત્રણ […]

Uncategorized
4ffaa55f3d699ba3f1cfd7fe242bcfad IPL 2020/ આજે CSK vs SRH ની થશે ટક્કર, ધોની કરી શકે છે ટીમમાં મોટો ફેરફાર
 

ચેન્નાઈ સુપર કિંગ્સનાં બેટ્સમેન અંબાતી રાયડુએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ પછી રાયડુ હેમસ્ટ્રિંગને કારણે બે મેચ રમી શક્યો નહીં અને ટીમ સતત બે મેચ હારી ગઈ હતી. વળી ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો પણ પ્રથમ ત્રણ મેચમાં સંપૂર્ણ રીતે ફિટ ન હતો અને સીએસકે માટે રમી શક્યો ન હતો. હવે આ બંને ક્રિકેટરો સંપૂર્ણ રીતે ફીટ છે અને 2 ઓક્ટોબરનાં રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે.

હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ અને સીઈઓ કાશી વિશ્વનાથન પુષ્ટિ કરી ચુક્યા છે કે રાયડુ અને બ્રાવો સંપૂર્ણ રીતે ફીટ છે. આવી સ્થિતિમાં, સીએસકેનાં પ્લેઇંગ ઇલેવનનાં કોમ્બિનેશનમાં કેટલાક મોટા ફેરફારો જોઇ શકાય છે. રાયડુની વાપસી સીએસકેનાં બેટિંગ ક્રમને મજબૂત બનાવશે, જ્યારે બ્રાવો બેટિંગ અને બોલિંગ બંને વિભાગને મજબૂત બનાવશે. સીએસકેએ પહેલી મેચ જીતી હતી, પરંતુ તે પછી ટીમને રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો, તેવામાં સીએસકે જીતનાં ટ્રેક પર પાછા ફરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

પ્લેઇંગ ઇલેવન વિશે વાત કરીઓ તો રાયડુ અને બ્રાવોનાં વાપસીથી શેન વોટસન અને મુરલી વિજયનું પત્તુ કટ થઇ શકે છે. મુરલી વિજય અત્યાર સુધી પોતાના પ્રદર્શનથી ટીમને નિરાશ કરી ચૂક્યો છે, જ્યારે વોટ્સન પણ લયમાં જોવા મળ્યો નથી. જો કે બોલિંગ વિભાગમાં ભાગ્યે જ કોઈ ફેરફાર કરવામાં આવી શકે છે અને સીએસકે તેની જૂની બોલિંગ એટેક સાથે મેચમાં ઉતરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.