Not Set/ IPL 2020/ દિલ્હી વિરુદ્ધ મેચમાં કોહલીએ મેળવી મોટી સિદ્ધિ, આમ કરનાર પહેલો ભારતીય બન્યો

  ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 ની 19 મી મેચમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમનું નામ વિશેષ સૂચિમાં શામેલ કરવામાં આવ્યું હતું. જણાવી દઇએ કે, સોમવારે દિલ્હી સામે રમાયેલી મેચમાં કોહલીએ 10 રન પૂરા કરવાની સાથે જ ટી-20 ક્રિકેટમાં તેના 9000 રન પૂરા કરી દીધા. આ […]

Uncategorized
96c1c970278cde44e7d237633b354131 IPL 2020/ દિલ્હી વિરુદ્ધ મેચમાં કોહલીએ મેળવી મોટી સિદ્ધિ, આમ કરનાર પહેલો ભારતીય બન્યો
 

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 ની 19 મી મેચમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમનું નામ વિશેષ સૂચિમાં શામેલ કરવામાં આવ્યું હતું. જણાવી દઇએ કે, સોમવારે દિલ્હી સામે રમાયેલી મેચમાં કોહલીએ 10 રન પૂરા કરવાની સાથે જ ટી-20 ક્રિકેટમાં તેના 9000 રન પૂરા કરી દીધા. આ કરનાર તે વિશ્વનો પહેલો ભારતીય અને સાતમો ક્રિકેટર બની ગયો છે.

કોહલીએ 39 બોલમાં 2 ચોક્કા અને 1 છક્કાની મદદથી દિલ્હી સામે 43 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં કોહલીએ હવે ટી-20 ક્રિકેટમાં 9029 રન નોંધાવ્યા છે. કોહલીએ ઝડપી બોલર હર્ષલ પટેલની બોલિંગમાં ચોક્કા સાથે આ સિદ્ધિ મેળવી હતી. આ મેચ પહેલા તેણે 285 મેચોમાં 8990 રન પોતાના નામે કર્યા હતા. તેણે આ રન 41.05 ની સરેરાશથી બનાવ્યા છે. તેના નામે પાંચ સદી અને 65 અડધી સદી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) નાં કેપ્ટન વિરાટ કોહલીએ ગત મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 72 રન બનાવ્યા હતા. આ ઇનિંગની સાથે વિરાટ ફરી ફોર્મ પર પાછો ફર્યો હતો. વિરાટથી પહેલા દુનિયામાં એવા માત્ર છ બેટ્સમેન છે જેમના ખાતામાં 9000 ટી-20 થી વધુ રન છે. ક્રિસ ગેલ (13,296 રન), કેરોન પોલાર્ડ (10,370 રન), શોએબ મલિક (9,926 રન), બ્રેન્ડન મેક્લમ (9,922 રન), ડેવિડ વોર્નર (9,451 રન) અને એરોન ફિંચ (9,148 રન) એ કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.