Not Set/ રિતિક રોશનની બહેન સુનૈના ઘરે પરત ફરી, બોયફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ

મુંબઈ, રિતિક રોશનની બહેન સુનૈના રોશન થોડા સમયથી ચર્ચાનો વિષય બની હતી. તે તેના પિતા સાથે રહેવાને બદલે હોટલમાં રોકાઈ હતી. સુનૈનાએ પિતા અને ભાઈ વિરુદ્ધ પણ બોલી હતી. સુનૈનાએ કહ્યું હતું કે તેનો પરિવાર બોયફ્રેન્ડ રૂહેલ અમીનને મુસ્લિમ હોવાના કારણે સ્વીકારતો નથી. હવે સુનૈનાએ તેના બોયફ્રેન્ડથી બ્રેકઅપ કરી લીધું છે અને તે ઘરે પરત […]

Uncategorized
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 17 રિતિક રોશનની બહેન સુનૈના ઘરે પરત ફરી, બોયફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ

મુંબઈ,

રિતિક રોશનની બહેન સુનૈના રોશન થોડા સમયથી ચર્ચાનો વિષય બની હતી. તે તેના પિતા સાથે રહેવાને બદલે હોટલમાં રોકાઈ હતી. સુનૈનાએ પિતા અને ભાઈ વિરુદ્ધ પણ બોલી હતી. સુનૈનાએ કહ્યું હતું કે તેનો પરિવાર બોયફ્રેન્ડ રૂહેલ અમીનને મુસ્લિમ હોવાના કારણે સ્વીકારતો નથી. હવે સુનૈનાએ તેના બોયફ્રેન્ડથી બ્રેકઅપ કરી લીધું છે અને તે ઘરે પરત ફરી છે.

એક અહેવાલ મુજબ, સુનૈના રોશન તેના બોયફ્રેન્ડથી અલગ થઈ ગઈ છે. તે હવે તેના પરિવાર સાથે રહે છે. આ સાથે તે રાકેશ રોશનના બર્થ ડે સેલિબ્રેશનમાં પણ ભાગ લીધો હતો.

આપને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત અને તેની બહેન પણ સુનૈનાના સમર્થનમાં આવી હતી. રંગોલી ચંડેલે ટ્વિટ કર્યું હતું કે સુનૈનાએ કંગનાને ફોન કરી હતી અને તેની મદદ માંગતી હતી.

જ્યારે રિતિક રોશનને સુનૈના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું – આ અમારી અંગત બાબત છે. હું આ વિશે કંઇ કહેવા માંગતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.