Not Set/ અનલોક-4 ની માર્ગદર્શિકા જાહેર, જાણો ક્યાં અને શું મળી છુટછાટ

30 સપ્ટેમ્બર સુધી શાળા – કોલેજો બંધ રહેશે 7 સપ્ટેમ્બરથી શરતો સાથે મેટ્રો સેવા ચાલુ થશે 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિએટર શરૂ થશે 21 સપ્ટેમ્બરથી કાર્યક્રમોમાં 100 લોકોને મંજૂરી સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમોમાં 100 લોકોને મંજૂરી સિનેમા હોલ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે સરકાર દ્વારા અનલોક-4 ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરવામાં […]

Uncategorized
3f09476df3ebebdb93b032c73d877442 અનલોક-4 ની માર્ગદર્શિકા જાહેર, જાણો ક્યાં અને શું મળી છુટછાટ
3f09476df3ebebdb93b032c73d877442 અનલોક-4 ની માર્ગદર્શિકા જાહેર, જાણો ક્યાં અને શું મળી છુટછાટ

  • 30 સપ્ટેમ્બર સુધી શાળા – કોલેજો બંધ રહેશે
  • 7 સપ્ટેમ્બરથી શરતો સાથે મેટ્રો સેવા ચાલુ થશે
  • 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિએટર શરૂ થશે
  • 21 સપ્ટેમ્બરથી કાર્યક્રમોમાં 100 લોકોને મંજૂરી
  • સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમોમાં 100 લોકોને મંજૂરી
  • સિનેમા હોલ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે

સરકાર દ્વારા અનલોક-4 ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજો બંધ રહેશે. 7 સપ્ટેમ્બરથી શરતો સાથે મેટ્રો રેલવે સેવા શરૂ થશે. તમામ સામાજીક, ધાર્મિક અને રાજકીટ કાર્યક્રમોમાં શરતી મંજૂરી લેવાની રહેશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમોમાં 100 લોકો સુધીના મેળાવડાને મંજૂરી આપી શકાશે. સિનેમા હોલ અને સ્વિમિંગ પુલ હજી પણ બંધ જ રહેશે. જ્યારે આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પણ હજી બંધ રહેશે.

21 સપ્ટેમ્બરથી ઓપન એર થિયેટર શરૂ થશે. ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સમાચાર સામે આવે છે, વિદ્યાર્થીઓ ઈચ્છે તો શાળાએ જઈ શકશે. 21 સપ્ટે. બાદ વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકશે. જો કે, શાળા કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં હશે તો કોઈ પણ છુટ નહીં મળે. સૌથી મોટો અને મહત્વનો નિર્ણય સામે આવી રહ્યો છે અને તે છે કોઈ પણ જગ્યાએ સ્થાનિક લેવલે લોકડાઉન નહીં કરી શકાય. લોકડાઉન માટે ગૃહમંત્રાલયની મંજૂરી ફરજીયાત રહેશે. આંતર રાજ્ય અને શહેર બહાર મુસાફરીને મંજૂરી આપી દેવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews