Not Set/ ગુજરાત સરકારનો દબંગ નિર્ણય : સરકારી કર્મચારીને મસમોટા પગાર લઈ કામચોરી કરવી મોંઘી પડશે

સરકારનાં વિવિધ ખાતા-વિભાગ-કચેરીઓ અને તેમના અધિકારીઓ-કર્મચારીઓ સાવધાન ગુજરાતનો દબંગ નિર્ણય ઘણા કર્મચારી માટે ખતરાની ઘંટી વગાડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સરકારી ક્ર્મ્ચરીની કામચોરી ની ઘણી ફરિયાદો સાંભળવા મળતી હતી. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા એક મોટો દબંગ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આંગણવાડીનાં કાર્યક્રમમાં ડિજીટલ સ્ટ્રાઈક  કાર્યાનું સામે આવ્યું […]

Uncategorized
gujarat ગુજરાત સરકારનો દબંગ નિર્ણય : સરકારી કર્મચારીને મસમોટા પગાર લઈ કામચોરી કરવી મોંઘી પડશે

સરકારનાં વિવિધ ખાતા-વિભાગ-કચેરીઓ અને તેમના અધિકારીઓ-કર્મચારીઓ સાવધાન

ગુજરાતનો દબંગ નિર્ણય ઘણા કર્મચારી માટે ખતરાની ઘંટી વગાડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સરકારી ક્ર્મ્ચરીની કામચોરી ની ઘણી ફરિયાદો સાંભળવા મળતી હતી. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા એક મોટો દબંગ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આંગણવાડીનાં કાર્યક્રમમાં ડિજીટલ સ્ટ્રાઈક  કાર્યાનું સામે આવ્યું છે. અને આંગણવાડીની કર્મચારી બહેનોને ફરજ દરમિયાન બેદરકારી કરતા પકડી પાડ્યા.

ગુજરાત સરકાર જરૂર જણાય ત્યાં સંવેદનશીલ બનવાની જગ્યાએ સિંઘમનાં અવતારમાં પણ જોવા મળશે. મતલબ કે હવેથી કામચોરી કરતાં સરકારનાં વિવિધ ખાતા-વિભાગ-કચેરીઓ અને તેમના અધિકારીઓ-કર્મચારીઓની ખેર નહીં રહે. ખાસ કરીને સરકારી બાબુઓએ સાવધાન થઈ જવા જેવું છે કેમ કે, ગુજરાત સરકાર ગમે ત્યારે ડિજીટલ સ્ટ્રાઈક કરી સરકારી પગારદારો ફરજ દરમિયાન બેજવાબદાર નથીને અથવા તો બેદરકારી કરતા નથીને તેની સ્વયં ચકાસણી કરશે. મુખ્યમંત્રી ખુદ વિવિધ સરકારી ખાતા-વિભાગો-કચેરીઓ અને તેમના કર્મચારી-અધિકારીઓ પોતપોતાનું કામકાજ જવાબદારીપૂર્વક નિષ્ઠાથી કરે છે કે નહીં તે જાણવા માટે ગમે ત્યારે મોબાઈલ કે સીસીટીવી કેમરા દ્વારા ડિજીટલ સ્ટ્રાઈક કરી શકે છે. જો તમે સરકારી પગારદાર હોવ તો સાવધાન થઈ જવા જેવું છે. મુખ્યમંત્રી કચેરીમાંથી ફોન આવે ત્યારે કે સીસીટીવી કેમરાની દેખરેખમાં સોંપેલી ફરજ દરમિયાન કામચોરી કરતા પકડાશો તો ક્યાંયના નહીં રહો.

ગુજરાત સરકાર રાજ્યની બાળકીઓને સારૂં પોષણ અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. ગુજરાતને કુપોષણમુક્ત રાજ્ય બનાવવાનું સરકારની લક્ષ્ય છે ત્યારે આંગણવાડી કક્ષાએ અસરકારક રીતે કામગીરી થઈ શકે એ જરૂરી છે આથી તે કામગીરી આંગણવાડી બહેનો દ્વારા અસરકારક રીતે થાય છે કે નહીં એ ચકાસવા માટે મુખ્યમંત્રી અમુક આંગણવાડીઓમાં અચાનક ફોન કર્યા હતા પરંતુ કેટલાક કર્મચારીઓનાં ફોન બંધ આવતાં વિજયભાઈ રૂપાણીએ તેમને કડક ચેતવણી આપી છે. જો કે આ હજુ શરૂઆત છે અને પ્રથમવાર છે એટલે માત્ર કડક ચેતવણી આપવામાં આવી છે.  હવેથી ગુજરાત સરકાર દ્વારા ડિજીટલ સ્ટ્રાઈકમાં કોઈપણ કામકાજની ફરજ દરમિયાન બેદરકારી કરતુ ઝડપાયું-પકડાયું તો કડક ચેતવણીની જગ્યાએ સીધી જ કડક કાર્યવાહી કરવામાં આવશે એ નક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.