Not Set/ IPL 2020 નો ટાઇટલ કોણ જીતશે તેને લઇને આ દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. તમામ ટીમો ટાઇટલની તૈયારી કરી રહી છે. ટીમો આ મહિનાની વચ્ચે યુએઈ પહોંચશે. ભારતમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસોને લીધે આ વખતે યુએઈમાં આ સીઝન યોજાઇ રહી છે. જણાવી દઇએ કે, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ જેવી ટીમોમાં આ વખતે […]

Uncategorized
6e44b08d2e0471adeb00b9729f6607c9 IPL 2020 નો ટાઇટલ કોણ જીતશે તેને લઇને આ દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી
 

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. તમામ ટીમો ટાઇટલની તૈયારી કરી રહી છે. ટીમો આ મહિનાની વચ્ચે યુએઈ પહોંચશે. ભારતમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસોને લીધે આ વખતે યુએઈમાં આ સીઝન યોજાઇ રહી છે. જણાવી દઇએ કે, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ જેવી ટીમોમાં આ વખતે મજબૂત ખેલાડીઓ છે. કોણ ચેમ્પિયન બનશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી એ આ અંગે ભવિષ્યવાણી કરી છે.

બ્રેટ લી નું કહેવું છે કે આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલનો ખિતાબ જીતી શકે છે. બ્રેટ લી એ સ્ટાર સ્પોર્ટ્સનાં ક્રિકેટ કનેક્ટેડ શો માં વાત કરતા આ વર્ષે આઇપીએલનાં ટાઇટલનાં દાવેદાર તરીકે સીએસકેનું નામ લીધુ હતુ. તેઓ કહે છે, ‘સીએસકે પાસે ઘણો સારો અનુભવ છે સાથે સાથે એવા ખેલાડીઓ પણ કે જે દબાણમાં રમી શકે. સીએસકે પાસે વોટ્સન, સુરેશ રૈના, ડ્વેન બ્રાવો અને એમએસ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓ છે. આ ખેલાડીઓ કોઈપણ સમયે મેચને ફેરવી શકે છે. બોલિંગમાં ટીમમાં હરભજન સિંહ અને ઇમરાન તાહિર જેવા દિગ્ગજ સ્પિનરો છે જે વિરોધી બેટ્સમેનોને બાંધીને રાખવામાં સક્ષમ છે.

બ્રેટ લી એ સમજાવ્યું કે સીએસકે શા માટે આ ખિતાબ જીતી શકે છે. તેમણે કહ્યું કે, “યુએઈની પીચો સ્પિનરોને મદદ કરે છે, આવી સ્થિતિમાં ત્યાં ચેન્નઈનું પલડુ ભારે હશે.” લી એ પોતાના નિવેદનમાં કહ્યું કે, મેં ત્યાં હવામાન અહેવાલ જોયા છે, તાપમાન 40 ડિગ્રી સુધી રહે છે. આવી સ્થિતિમાં, સ્પિનર ​​બોલને પિચ પર ટર્ન કરી શકે છે. સીએસકેને તેનો ફાયદો થવાનો છે. લી એ કહ્યું કે, જો મેચ દરમિયાન સીએસકેનાં તમામ સ્પિનરો ટર્ન કરાવવામાં સફળ રહ્યા, ત્યારે કલ્પના કરો કે વિરોધી ટીમનાં બેટ્સમેનોનું શું થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.