Not Set/ IPL 2020 – CSKvsRR/ રાજસ્થાને ચેન્નાઈ સામે મેળવી રોમાંચક જીત, ધોની થોડુ ચુકી ગયો

મંગળવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં રાજસ્થાન રોયલ્સ એ ચેન્નાઈ સુપર કિંગ્સને 16 રને હરાવ્યુ છે. પહેલા બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ રોયલ્સ એ સાત વિકેટે 216 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં સીએસકે છ વિકેટે 200 રન બનાવી શકી હતી. સંજુ સેમસનને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ‘મેન ઓફ ધ મેચ’ જાહેર […]

Uncategorized
826907274e506952175d44253d1d5beb IPL 2020 - CSKvsRR/ રાજસ્થાને ચેન્નાઈ સામે મેળવી રોમાંચક જીત, ધોની થોડુ ચુકી ગયો

મંગળવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં રાજસ્થાન રોયલ્સ એ ચેન્નાઈ સુપર કિંગ્સને 16 રને હરાવ્યુ છે. પહેલા બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ રોયલ્સ એ સાત વિકેટે 216 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં સીએસકે છ વિકેટે 200 રન બનાવી શકી હતી.

સંજુ સેમસનને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફાફ ડુપ્લેસીએ શાનદાર 72 રન બનાવ્યા હતા. વળી શેન વોટસન 33, મુરલી વિજય 21, સેમ કરન 17, કેદાર જાધવ 22 અને મહેન્દ્રસિંહ ધોનીએ 29 રન ફટકાર્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી રાહુલ તેવાતીયાએ 37 રનમાં 3 વિકેટ ઝડપી હતી. વળી જોફ્રા આર્ચર 26, શ્રેયસ ગોપાલ 38, ટોમ કરને 55 રન આપી 1-1 વિકેટ લીધી હતી.

આ પહેલા રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં સાત વિકેટે 216 રન બનાવ્યા હતા. રાજસ્થાનએ ચેન્નાઈને જીત માટે 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસન 74 અને કેપ્ટન સ્ટીવ સ્મિથે 69 રન બનાવ્યા હતા. જો કે રાજસ્થાને આ બન્ને સ્ટાર ખેલાડીની વિકેટ બાદ છેલ્લી ઓવરમાં જોફ્રા આર્ચરનાં નામનું એક વાવાઝોડુ જોયુ હતુ. જોફ્રા આર્ચરે છેલ્લી ઓવરમાં 8 બોલમાં 27 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ચેન્નાઈ તરફથી સેમ કરને 33 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. દિપક ચહરે 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી હતી. લુંગી એનગિડીએ 56 રન આપી 1 વિકેટ લીધી હતી અને પિયુષ ચાવલાએ 55 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

મેચમાં આખરી ઓવરમાં 38 રન બનાવવાનાં હતા, ત્યારે પીચ પર ધોની અને જાડેજા રમી રહ્યા હતા. ધોનીએ આ અંતિમ ઓવરમાં ધમાકેદાર ત્રણ છક્કા લગાવી તેના ચાહકોને થોડી ખુશી આપી તો દીધી જ પરંતુ મેચને પોતાની મુઠ્ઠીમાં કરવામાં થોડુ ચુકી ગયા. આ પહેલા ફાફ ડુપ્લેસી પોતાના પૂરા રંગમાં જોવા મળ્યો હતો અને તેણે મેદાનનાં દરેક ખૂણે રન બનાવી સીએસકેની જીતની આશાને જીવંત રાખી હતી. જો કે તેના આઉટ થયા બાદ CSK ને હારથી કેપ્ટનકૂલ કહેવાતા ધોની પણ બચાવી ન શક્યો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.