Not Set/ IPL 2020/ PPE કીટ પહેરી UAE રવાના થઈ મુંબઈ ઈન્ડીયન્સ, એરપોર્ટ પર કરાવ્યું ફોટો સેશન

IPL ની 13 મી સીઝનમાં જોડાવા માટે મુંબઇ ઇન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા ટીમનાં સંપૂર્ણ ખેલાડીઓ સાથે યુએઈ જવા રવાના થયા છે. રોહિત પરિવાર સાથે યુએઈ જવા રવાના થયો છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિતનાં પરિવારની એક ફોટો ટ્વિટર પર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. રોહિત શર્મા, પત્ની રીતિકા અને પુત્રી સમાયરા એરપોર્ટ પર […]

Uncategorized
89155b26f81acc090b04503db42a6230 IPL 2020/ PPE કીટ પહેરી UAE રવાના થઈ મુંબઈ ઈન્ડીયન્સ, એરપોર્ટ પર કરાવ્યું ફોટો સેશન

IPL ની 13 મી સીઝનમાં જોડાવા માટે મુંબઇ ઇન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા ટીમનાં સંપૂર્ણ ખેલાડીઓ સાથે યુએઈ જવા રવાના થયા છે. રોહિત પરિવાર સાથે યુએઈ જવા રવાના થયો છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિતનાં પરિવારની એક ફોટો ટ્વિટર પર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. રોહિત શર્મા, પત્ની રીતિકા અને પુત્રી સમાયરા એરપોર્ટ પર જોવા મળે છે. ફોટોમાં ખાસ વાત એ છે કે પુત્રી સમાયરા સિવાય રોહિત અને તેની પત્નીએ પી.પી.ઇ કીટ પહેરી છે.

મુંબઈ ઈન્ડિયન્સે આ તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, સમાયરાની બીજી આઈપીએલ. જણાવી દઈએ કે આઇપીએલની 13 મી સીઝન કોરોના વાયરસના ભય વચ્ચે યુએઈમાં રમાશે. જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ પણ સોશિયલ મીડિયા પર તેમની ફોટો શેર કર્યા છે. ક્રિકેટર સૂર્યકુમાર યાદવે પત્ની સાથેનો ફોટો પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. તેણે ફોટો શેર કરતાં લખ્યું કે, ‘ગુપ્ત મિશન માટે, અબુધાબી. મહત્વની વાત એ છે કે મુંબઈની ટીમ આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ છે.

અત્યાર સુધીમાં તેણે 4 વખત આઈપીએલનું ટાઇટલ જીતવાનું આકર્ષક કામ કર્યું છે. આ વખતે પણ રોહિતની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નવો ઇતિહાસ લખવાનો પ્રયત્ન કરશે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) પહેલા રાજસ્થાન, પંજાબ અને કોલકાતાની ટીમ યુએઈ પહોંચી ચૂકી છે. આજે શુક્રવારે મુંબઇ સિવાય બેંગ્લોર અને ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ આઈપીએલ માટે યુએઈ પહોંચશે. જણાવી દઈએ કે યુએઈ પહોંચ્યા પછી તમામ ખેલાડીઓએ 6 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવુ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.