ઇંગ્લેન્ડના આક્રમક બેટ્સમેન જોસ બટલર, જે ક્વોરેન્ટાઇન નિયમોનાં કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં રાજસ્થાન રોયલ્સની પહેલી મેચમાંથી બહાર થયા હતા, તેસણે કિંગ્સ ઇલેવન પંજાબ સામે વાપસી કરી હતી. તેસણે કહ્યું કે તે રવિવારે ટીમ તરફથી મેદાનમાં ઉતરવા માટે ઉત્સાહિત છે. બટલરે મેચ પહેલા શનિવારે કહ્યું હતું કે હું મારી પ્રથમ મેચ રમવા માટે ઉત્સાહિત છું, ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરવી સારી હતી. ટીમ સાથે સકારાત્મક ઉર્જા છે તેથી હું ખરેખર મેદાનમાં ઉતરવાની રાહ જોઈ રહ્યો છું.
તેણે શારજાહ ગ્રાઉન્ડમાં નેટ સત્ર બાદ કહ્યું કે, ટીમની સર્વાંગી ઉર્જા લાજવાબ છે. તે સ્પષ્ટ છે કે પ્રથમ મેચ પછી આત્મવિશ્વાસ વધ્યો છે. પ્રેક્ટિસ ઉત્તમ હતી અને અમે એકબીજાની સાથે ખૂબ મજા માણી. કિંગ્સ ઇલેવન પંજાબ સામે ખૂબ જ રસપ્રદ મેચની અપેક્ષા છે. પંજાબનાં કેપ્ટન લોકેશ રાહુલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 132 રનની અણનમ ઇનિંગ રમી જે રાજસ્થાન માટે ચિંતાનું કારણ બની રહેશે. 28 વર્ષનો આ બેટ્સમેન વિના પ્રયાસે મોટા શોટ રમવા માટે જાણીતો છે અને અહીંની મેદાનની બાઉન્ડ્રી ઓછી છે.
વિકેટકીપર બેટ્સમેન બટલરે કહ્યું કે લોકેશ રાહુલે આરસીબી સામે અપવાદરૂપ ઇનિંગ્સ રમી હતી. હંમેશની જેમ, આ વખતે પણ તેની વિકેટ ખૂબ મહત્વની રહેશે. મને લાગે છે કે નાના મેદાન અને ઝાકળના કારણે આપણે બીજો મેચ મોટા સ્કોર સાથે જોશું. રાજસ્થાન રોયલ્સ માટે સંજુ સેમસન અને કેપ્ટન સ્ટીવ સ્મિથે ચેન્નઈ સુપર કિંગ્સ સામે શાનદાર બેટિંગ કરી ટીમને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં મદદ કરી. બટલરે કહ્યું કે પ્રથમ મેચ જીતવી તે સારું છે. ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શાનદાર બેટિંગ બાદ બોલરોએ મુશ્કેલ પરિસ્થિતિમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
