World News/ ઈરાન પરમાણું બોમ્બ બનાવવાની નજીક, ફક્ત ખોમેનીના આદેશની રાહ જોવે છે : અમેરિકા

ઇઝરાયલી સેનાએ ઈરાનની રાજધાની તેહરાનમાં એક રહેણાંક ઇમારતને નિશાન બનાવી છે.

Top Stories World

World News : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુધ્ધ ચાલી રહ્યું છે. બન્ને દેશો એકબીજા પર હુમલા કરી રહ્યા છે. જેમાં શુક્રવારે સવારે ઈરાને ઇઝરાયલના શહેર બીર્શેબા પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, મિસાઈલ માઈક્રોસોફ્ટ ઓફિસ પાસે પડી હતી. જેના કારણે ઘણી કારમાં આગ લાગી હતી. નજીકના ઘરોને પણ નુકસાન થયું હતું. આમાં 6 લોકો ઘાયલ થયા છે.

આ સતત બીજો દિવસ છે જ્યારે બીર્શેબા શહેર પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા ગુરુવારે પણ ઈરાને બીર્શેબાની એક હોસ્પિટલ પર મિસાઈલ છોડી હતી, જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકા માને છે કે ઈરાન પાસે હવે પરમાણુ શસ્ત્રો બનાવવાની સંપૂર્ણ ક્ષમતા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ગુરુવારે કહ્યું કે, જો ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેની આદેશ આપે તો ઈરાન થોડા અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે.

લેવિટે કહ્યું કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી બધું છે. હવે તેમને ફક્ત તેમના નેતાના હા પાડવાની રાહ જોવાની છે. તેમણે એમ પણ કહ્યું કે જો ઈરાન આવું કરશે, તો તે ફક્ત ઇઝરાયલ જ નહીં, પરંતુ અમેરિકા અને સમગ્ર વિશ્વની સુરક્ષા માટે ખતરો બનશે.7 દિવસના યુદ્ધમાં અત્યાર સુધીમાં 24 ઇઝરાયલી લોકો માર્યા ગયા છે, જ્યારે 600થી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, વોશિંગ્ટન સ્થિત હ્યુમન રાઈટ્સ જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં મૃત્યુઆંક હવે 639 પર પહોંચી ગયો છે અને 1329 લોકો ઘાયલ થયા છે.

ગુરુવારે ઈરાને ઈઝરાયલના શહેર બીર્શેબા પર પણ મિસાઈલ ઝીંકી હતી. આમાંથી એક મિસાઈલ સોરોકા હોસ્પિટલ પર પડી હતી, જેના કારણે ત્યાં અફરા-તફરી મચી ગઈ હતી.ઈઝરાયલના રેહોવોટ શહેરમાં ઈરાની મિસાઈલના હુમલાથી વેઇઝમેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સને ભારે નુકસાન થયું.ગુરુવારે સોરોકા હોસ્પિટલ પર થયેલા હુમલા બાદ રેસેક્યૂ ટીમ એક મહિલા અને તેના બાળકને બહાર કાઢે છે.ઇઝરાયલી રક્ષામંત્રીએ તેહરાનમાં હુમલાઓ વધારવાનો આદેશ આપ્યો

ઇઝરાયલી રક્ષામંત્રીએ ઇઝરાયલ કાત્ઝે તેમના દેશની સેનાને તેહરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહના ઠેકાણાઓ પર હુમલાઓ વધારવાનો આદેશ આપ્યો છે. કાત્ઝે કહ્યું કે હુમલાઓનો હેતુ ઇરાની શાસનને અસ્થિર કરવાનો છે.યુદ્ધને કારણે 8,000થી વધુ ઇઝરાયલીઓ બેઘર થયાઇઝરાયલ અને ઈરાન વચ્ચેના 8 દિવસના યુદ્ધને કારણે અત્યાર સુધીમાં 8,000થી વધુ ઇઝરાયલીઓ બેઘર બન્યા છે. યેદિયોથ અહરોનોથ અખબારે ઇઝરાયલી પ્રોપર્ટી ટેક્સ કમ્પેન્સેશન ફંડને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઈરાની હુમલાને કારણે ઇમારતો અથવા વાહનોને થયેલા નુકસાનને કારણે વળતર માટે લગભગ 30,000 અરજીઓ મળી છે.જર્મન વિદેશ મંત્રીએ કહ્યું- ઈરાન પરમાણુ શસ્ત્રોની જીદ છોડશે, ત્યારે જ વાતચીત કરીશું જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલે કહ્યું કે જો ઈરાન તેના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ પર ખાતરી આપવા તૈયાર છે, તો યુરોપિયન દેશો ઈરાન સાથે વધુ વાતચીત માટે તૈયાર છે.

જીનીવામાં ઇરાની વિદેશ મંત્રી સાથેની પરમાણુ મુદ્દા પર બેઠક પહેલા વેડફુલે કહ્યું, “યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને યુરોપિયન યુનિયન હંમેશા કહે છે કે અમે વાટાઘાટો માટે તૈયાર છીએ.
પરંતુ આ માટે ઇરાને પરમાણુ સશસ્ત્ર દેશ બનવાની ઇચ્છા છોડી દેવી પડશે,”દરમિયાન, જીનીવામાં વાટાઘાટોની તૈયારીઓ છતાં, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ કહ્યું કે ઈરાન કોઈપણ પક્ષ સાથે ફક્ત ત્યારે જ વાતચીત કરશે, જ્યાં સુધી ઈઝરાયલ તેના હુમલા બંધ ન કરે.તેહરાનમાં રહેણાંક ઇમારત પર ઇઝરાયલનો ડ્રોન હુમલો

ઈરાનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, ઇઝરાયલી સેનાએ ઈરાનની રાજધાની તેહરાનમાં એક રહેણાંક ઇમારતને નિશાન બનાવી છે. હુમલામાં કોઈ નુકસાન થયું છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.
અમેરિકા ખાતે માનવાધિકાર ગ્રુપે શુક્રવારે જણાવ્યું હતું કે ઈરાનમાં ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 657 લોકો માર્યા ગયા છે અને 2,037 ઘાયલ થયા છે. ગ્રુપે જણાવ્યું હતું કે
મૃતકોમાં 263 નાગરિકો અને 164 સુરક્ષા જવાનોનો સમાવેશ થાય છે.ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું- ઇઝરાયલી હુમલા બંધ થશે ત્યારે જ વાત કરીશું

જીનીવામાં યુરોપિયન વિદેશ મંત્રીઓ સાથે પરમાણુ મુદ્દા પર વાતચીત પહેલા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ કહ્યું છે કે જ્યાં સુધી ઇઝરાયલી હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી ઈરાન કોઈની સાથે વાત કરવા તૈયાર નથી.ફ્રાન્સ, જર્મની અને બ્રિટનના વિદેશ મંત્રીઓ સાથે બેઠક માટે અરાકચી સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવા પહોંચ્યા છે. તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.ખોમેનીના ટોચના સલાહકારનું જીવિત હોવાનો દાવો, અગાઉ મોતના અહેવાલ હતા

ઈરાની રાજ્ય મીડિયાનો દાવો છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખોમેનીના ટોચના સલાહકાર અલી શામખાની જીવિત છે અને હોસ્પિટલમાં ગંભીર ઈજાઓથી સ્વસ્થ થઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે શામખાનીનું ઇઝરાયલી હુમલામાં મોત થયું હતું.ઈરાની સેનાની ફાર્સ ન્યૂઝ એજન્સી, અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સી સહિત અનેક મીડિયા આઉટલેટ્સે શામખાનીને એક નિવેદનમાં કહેતા ટાંક્યા હતા કે, ‘હું જીવિત છું અને મારી જાતને બલિદાન આપવા તૈયાર છું.’ ગયા અઠવાડિયે તે જ એજન્સીઓએ અહેવાલ આપ્યો હતો કે 13 જૂને ઇઝરાયલના પ્રારંભિક હવાઈ હુમલામાં શામખાનીનું મોત થયું હતું.

લેબનનની સંસદના સ્પીકર સર્વોચ્ચ શિયા નેતા અને હિઝબુલ્લાહના નજીકના સાથી નબીહ બેરીએ કહ્યું કે લેબનન યુદ્ધમાં ઈરાનને ટેકો આપશે નહીં. તેમણે કહ્યું, ‘ઈરાનને અમારી જરૂર નથી. ઇઝરાયલને સમર્થનની જરૂર છે. નબીહ બેરીએ ગુરુવારે રાત્રે સ્થાનિક એમટીવી ન્યૂઝ સાથે વાત કરતા આ નિવેદન આપ્યું હતું.ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા બંને તરફથી ઇઝરાયલ સામેના હુમલામાં ઈરાનને ટેકો આપવા માટે હિઝબુલ્લાહ સક્રિય થશે કે કેમ તે અંગે ચર્ચા વચ્ચે તેમની ટિપ્પણી આવી છે.

હિઝબુલ્લાહ અત્યાર સુધી સંકેત આપી ચૂક્યું છે કે તે આ યુદ્ધમાં સામેલ નથી, પરંતુ તેનો નજીકનો સાથી ઈરાન તેના પર દબાણ લાવી શકે છે કે જો અમેરિકા યુદ્ધમાં ઇઝરાયલને ટેકો આપે છે, તો તેણે ઈરાનના પક્ષમાં પણ જોડાવું જોઈએ.ઇઝરાયલી હુમલામાં ઈરાનના પરમાણુ કેન્દ્રને નુકસાન થયુંઆંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ને માહિતી મળી છે કે ઇઝરાયલી હુમલામાં ઈરાનના ખોંદાબ હેવી વોટર રિસર્ચ સેન્ટરની ઘણી ઇમારતોને ભારે નુકસાન થયું છે. આમાં તે યુનિટનો પણ સમાવેશ થાય છે જ્યાં ડિસ્ટિલેશનનું કામ કરવામાં આવે છે. એજન્સીએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે.

આ અપડેટ ગુરુવારે IAEA દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન પછી આવ્યું છે. ત્યારબાદ એજન્સીએ કહ્યું હતું કે રિએક્ટર પર હુમલો થયો હતો, પરંતુ તેની કોઈ રેડિયોલોજીકલ અસર થઈ નથી.ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે સાંજે એક મુલાકાતમાં દાવો કર્યો હતો કે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરવામાં આવશે, જેમાં ફોર્ડો પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે, જે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. નેતન્યાહૂએ કહ્યું કે આ લશ્કરી કાર્યવાહી ઘણા મહિનાઓથી આયોજન કરવામાં આવી રહી હતી.

નેતન્યાહૂએ તેને જરૂરી ગણાવ્યું કારણ કે ઈરાન પરમાણુ શસ્ત્રો તરફ આગળ વધી રહ્યું હતું. તેમણે કહ્યું કે ઇઝરાયલને આ સમયે આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર છે, પરંતુ જો અમેરિકા સાથે ન આવે તો પણ તેઓ ઈરાનની તમામ પરમાણુ સુવિધાઓનો નાશ કરવા માટે તૈયાર છે.નેતન્યાહૂએ દાવો કર્યો હતો કે ઇઝરાયલ પાસે ફોર્ડો જેવા સુરક્ષિત સ્થળો પર હુમલો કરવાની ક્ષમતા પણ છે. તેમણે કહ્યું કે અમેરિકા, ખાસ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યારેય તેમને રોકવાનો પ્રયાસ કર્યો નથી.

નેતન્યાહૂએ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડનની ટીકા કરતા કહ્યું કે તેમણે અગાઉ ગાઝા જેવા ઓપરેશનમાં ઇઝરાયલને રોક્યું હતું, પરંતુ આ વખતે એવું થયું નહીં, અને નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈની પાસેથી ‘ગ્રીન સિગ્નલ’ માગતા નથી, કારણ કે ઇઝરાયલ પાસે બીજો કોઈ વિકલ્પ નથી.તેમણે સ્વીકાર્યું કે આ સંઘર્ષ માટે ચોક્કસપણે કિંમત ચૂકવવી પડશે. નાગરિકોનું નુકસાન થશે, ઇમારતો ધરાશાયી થશે, પરંતુ યહૂદીઓના ઇતિહાસને બચાવવો આના કરતાં વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ સંઘર્ષ ગમે તેટલો લાંબો ચાલે, ઇઝરાયલ પીછેહઠ કરશે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓ આર્મેનિયા થઈને આજે પરત ફરશે

આ પણ વાંચો:યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા પુતિન, ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં શાંતિ નિર્માતા બનશે!

આ પણ વાંચો:ભારત કોના પક્ષમાં છે? ઇઝરાયલ-ઈરાન યુદ્ધે દુનિયાને બે ભાગમાં વહેંચી દીધી છે, કોણ કોને ટેકો આપી રહ્યું છે?