iran News: કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થવાને કારણે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા, ઈરાનના સરકારી ટીવીએ રવિવારે જણાવ્યું હતું. અહેવાલો અનુસાર, આ ઘટના રાજધાની તેહરાનથી લગભગ 540 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત તાબાસમાં બની હતી. બ્લાસ્ટ બાદ ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓને વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે. બ્લાસ્ટ સમયે લગભગ 70 લોકો ત્યાં કામ કરી રહ્યા હતા.
ઈરાન તેલ ઉત્પાદક દેશ છે અને તે ઘણા પ્રકારના ખનિજો માટે પણ જાણીતો છે. દેશ દર વર્ષે લગભગ 35 લાખ ટન કોલસાનો વપરાશ કરે છે, પરંતુ તેની ખાણોમાંથી માત્ર 18 લાખ ટન જ કાઢે છે. બાકીનો કોલસો સામાન્ય રીતે આયાત કરવામાં આવે છે, જેનો મોટાભાગે દેશની સ્ટીલ મિલોમાં ઉપયોગ થાય છે.
ઈરાનના ખાણ ઉદ્યોગમાં આ પ્રકારની દુર્ઘટના પહેલીવાર નથી થઈ. 2013માં બે અલગ-અલગ ખાણોમાં 11 કામદારોના મોત થયા હતા. 2009માં પણ અનેક ઘટનાઓમાં 20 કામદારોએ જીવ ગુમાવ્યા હતા. 2017માં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો:ઈરાન માટે ઇઝરાયેલ કરતાં Urmia Lake વધુ ખતરારૂપ, આર્થિક સંકટ વધશે
આ પણ વાંચો:‘રાહુલ ગાંધીની રાજનીતિ બદલાઈ છે…’, કોંગ્રેસ નેતાની રાજનીતિ પર સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?
આ પણ વાંચો:ગાઝામાં સ્કૂલ પર IDF એરસ્ટ્રાઈક, 100 લોકો મોત, ઈરાને ઈઝરાયેલ વિરુદ્ધ મુસ્લિમ દેશોને કરી આ અપીલ