Iran News: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ આપ્યું મોટું નિવેદન. તેણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે બે દિવસ પહેલા ઈઝરાયલે કતારની રાજધાની દોહા અને પછી યમનની રાજધાની સના પર મોટો હુમલો કર્યો છે. ખામેનીએ વિશ્વભરના મુસ્લિમ દેશોને અમેરિકા અને ઈઝરાયલ સામે ચેતવણી આપી છે અને તેને હવે એક થવાની સલાહ આપી છે.
ખામેનીએ આ પોસ્ટ લખી
ખામેનીએ X પરની પોતાની પોસ્ટમાં લખ્યું છે, “પ્રાદેશિક સરકારોએ સમજવું જોઈએ કે અમેરિકા વિશ્વસનીય નથી અને તે તેને ફક્ત ઝાયોનિસ્ટ શાસન જાળવવા અને પ્રદેશમાં તેના સામ્રાજ્યવાદી હિતોનું રક્ષણ કરવા માટે એક સાધન તરીકે જુએ છે. અમેરિકા તેના પૈસા અને લશ્કરી બળનો ઉપયોગ પોતાના સ્વાર્થી હિતો માટે કરે છે. પ્રદેશની સમસ્યાઓનો ઉકેલ રાષ્ટ્રોની એકતા, મુસ્લિમ સરકારોના સહયોગ અને સામ્રાજ્યવાદી ઉદ્દેશ્યો સામે મજબૂત રીતે ઊભા રહેવાની જરૂરત છે.”
دولتهای منطقه بدانند آمریکا قابل اعتماد نیست وبه اینها به چشم ابزار حفظ رژیم صهیونیستی وحفظ منافع استکباری خود درمنطقه نگاه میکند. آمریکا از پول ونیروی اینهابرای مقاصد خود استفاده میکند.
راه حل مشکلات منطقه اتحاد ملتها، دولتهای مسلمان وایستادگی مقابل هدفهای استکباریست.
۱۳۹۵/۰۵/۱۱ pic.twitter.com/g630oglToT— KHAMENEI.IR | فارسی 🇮🇷 (@Khamenei_fa) September 10, 2025
ખામેનીએ મુસ્લિમ દેશોને એક થવાની અપીલ કરી
આવી સ્થિતિમાં, ઈરાનના સર્વોચ્ચ નેતાએ હવે બધા મુસ્લિમ દેશોને અમેરિકાની રણનીતિ સમજવા અને એક થવા અપીલ કરી છે. જેથી અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓની રણનીતિનો સામનો કરી શકાય. અગાઉ, અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને તેહરાનમાં 3 પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. અમેરિકાએ ઈરાનના ભૂગર્ભ પરમાણુ સ્થાપનો પર હુમલો કરવા માટે B-2 સ્ટીલ્થ બોમ્બરનો ઉપયોગ કર્યો હતો, જે લગભગ 200 ફૂટની ઊંડાઈ સુધી પહોંચીને માળખાંનો નાશ કરવામાં સક્ષમ છે.
ઇઝરાયલે 2 દિવસ પહેલા કતાર પર મોટો હુમલો કર્યો હતો
ખામેનીએનું આ નિવેદન ઇઝરાયલે કતારની રાજધાની દોહામાં મોટો હવાઈ હુમલો કર્યો તેના 2 દિવસ પહેલા જ આવ્યું છે. ઇઝરાયલે કહ્યું હતું કે તેણે આ હુમલામાં હમાસ નેતાઓને નિશાન બનાવ્યા હતા. હમાસના કેટલાક ટોચના નેતાઓ ઇઝરાયલ સામે રણનીતિ બનાવવા માટે દોહામાં બેઠક કરી રહ્યા હતા. દરમિયાન, ગુપ્ત માહિતીના આધારે, ઇઝરાયલી સેનાએ દોહામાં આ બેઠક સ્થળ પર હુમલો કર્યો. બાદમાં હમાસે કહ્યું કે આમાં તેના 5 સભ્યો માર્યા ગયા, પરંતુ દાવો કર્યો કે ટોચના નેતાઓ સુરક્ષિત છે.
આ પણ વાંચો:શું ભારત પર હજુ વધારે પ્રતિબંધો લાદશે ટ્રમ્પ? તેને કહ્યું હા, હું તૈયાર છું
આ પણ વાંચો:ભારતીયો ટ્રમ્પના વધુ એક નિર્ણયથી મુશ્કેલીમાં, ટેક્સ ભરવા છતાં ડિપોર્ટેશનનો ખતરો
આ પણ વાંચો:ટ્રમ્પનો સ્વર બદલાયો,’મોદી અને હું હંમેશા મિત્રો રહીશું’, PM મોદીએ કરી પોસ્ટ
